• Gujarati News
  • National
  • 1.30 લાખના ચોરાઉ લાકડા ભરેલો ટેમ્પો નાની ચીરઈ પાસેથી પકડાયો

1.30 લાખના ચોરાઉ લાકડા ભરેલો ટેમ્પો નાની ચીરઈ પાસેથી પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાજવાહરનગરમાંથી ગુરુવારના સવારે ચોકિદાર સાથે મળીને બે શખ્સોએ 1.30 લાખના વિવિધ પ્રકારના લાકડાની ચોરી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાયાના થોડા કલાકોમાંજ એલ.સી.બી.એ ચોરાઉ લાકડાના જથ્થા સાથે બે શખ્સોને નાની ચીરઈ પાસેથી પકડી પાડ્યા હતા.

ગાંધીધામના જવાહરનગરમાં અંકુર કાંટા પાસે આવેલા પાથ ટીમ્બરમાંથી ગુરુવારના વહેલી સવારે બર્મન ટીકના ત્રણ અર્ધ ગોળાકાર, આઠ ફુટ લાંબા લાકડા અને લંબચોરસ લાકડાઅ મળીને કુલ 1.30 લાખના જથ્થાની ચોરી કરી હતી. જે અંગે ગાંધીધામની લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે નાની ચીરઈના જુના બસ સ્ટૅશન પાસે વોચમાં હતી ત્યારે ઈનપુટ અનુસારનો ટૅમ્પો પસાર થતા તેને ઈશારો કરી ટૅમ્પો ઉભો રાખવા જણાવ્યુ હતુ. તે વાહન ઉભુ રાખીને ભાગવા ગયો હતો પરંતુ ચારે તરફ રહેલી પોલીસે કોર્ડન કરી તેના ચાલક અશ્વિન નરપત પુરોહિત (ઉ.વ.22) (રહે. ઓસ્લો, સેક્ટર 1) અને તેની સાથે બેઠેલા રણસી વીરા કોલી (ઉ.વ.30) (રહે. મચ્છુનગર, ખારીરોહર) ને પકડી પાડ્યા હતા. જેમની પુછ પરછ કરતા રણશી જવાહરનગરમાં આવેલી ટીમ્બરના ચોકિદાર જેરામ રબારી સાથે મળીને બેન્સામાંથી લાકડા ચોરી કર્યા હોવાનું અને તેને ઉઠાવવા અશ્ચીનને ટૅમ્પો લઈ આવવા કહ્યુ હોવાની કબુલાત આપી હતી. જેમની પાસેથી ચોરાઉ 1.30 લાખનો લાકડાનો જથ્થો અને 70 હજારના ટૅમ્પો જપ્ત કરી બંન્ને ઈસમોની અટક કરી વધુ તપાસ માટે ડિવીઝન પોલીસને સોંપ્યા હતા.

પકડાયેલા આરોપીઓ.

અન્ય સમાચારો પણ છે...