• Gujarati News
  • National
  • પડાણામાં સાસરીયા ત્રાસ આપતા હોવાની ફરિયાદ

પડાણામાં સાસરીયા ત્રાસ આપતા હોવાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના પડાણામાં પરિણીતાએ પોતાના પતી સહિત સાસારીયાઓ વિરુદ્ધ ટૉન્ટ મારીને માનસીક અને શારીરીક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આદિપુરના મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર પડાણામાં રહેલી સલમાબેન રામજાન હારુનને તેના પતિ રમજાન હારુન ચાવડા, સસરા હારુન ચાવડા, સાસુ જબુબેન હારુન ચાવડા અને પુબશ હારુન ચવડા તથા ઈકબાલ હારુન ચાવડા (રહે. તમામ પડાણા) દ્વારા લગ્નથી લઈ અત્યાર સુધીમાં વારંવાર મેણા ટોણા મારીને માનસીક અને શારીરીક ત્રાસદી અપાતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. અંગે તપાસનીસ સુનૈનાબેનનો સંપર્ક સાધતા તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...