• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સુંદરપુરીમાં ગટરના પાણી ઢોળવા મામલે 4 જણે મારમાર્યો

સુંદરપુરીમાં ગટરના પાણી ઢોળવા મામલે 4 જણે મારમાર્યો

ગાંધીધામના સુંદરપુરી વીસ્તારમાં ગટરના પાણી ઢોળવા બાબતે ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ...

DivyaBhaskar News Network | Updated - Mar 05, 2018, 02:35 AM
સુંદરપુરીમાં ગટરના પાણી ઢોળવા મામલે 4 જણે મારમાર્યો
ગાંધીધામના સુંદરપુરી વીસ્તારમાં ગટરના પાણી ઢોળવા બાબતે ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ એ-ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.સુંદપુરીમાં રહેતા કિશોર મનજી દેવીપુજકે નોંધાવેલી ફરિયાદ મુજબ,રવીવારે સવારે 9.30 વાગ્યાના આરસામાં તેના પડોશમાં રહેતા મીઠુ ધુળા દેવીપુજક,તળવી ધુવા દેવીપુજક,રૂપા ધુવા દેવીપુજક અને નરેશ દેવી પુજક એમ ચાર લોકોએ ઘર પાસે ગટરના પાણી કેમ ઢોળશ એવું કહી બોલાચાલી કર્યા બાદ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ઇજાઓ પહોંચાડી હતી.ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બાબતે સમાધાન માટે પ્રક્રિયા પણ શરૂ થઇ હતી.અત્રે ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમા઼ અવારનવાર નાની વાતો મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે ગઇકાલે પણ બાઇક અથડાતાં ઠપકો આપતાં ત્રણ યુવાનોએ છરીથી હુમલો કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે આ વિસ્તારમા઼ કડક પહેરો રહે તે જરૂી બન્યું છે તેવું લોકોનું કહેવું છે.

X
સુંદરપુરીમાં ગટરના પાણી ઢોળવા મામલે 4 જણે મારમાર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App