ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પોર્ટ હોસ્પિટલમાં તબીબો ગણ્યા ગાંઠ્યા,છતા રોજ દર્દીઓની કતારો

    પોર્ટ હોસ્પિટલમાં તબીબો ગણ્યા ગાંઠ્યા,છતા રોજ દર્દીઓની કતારો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:35 AM IST

    દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની ગોપાલપુરી સ્થીત હોસ્પીટલ દશકા પહેલા સંકુલની સર્વાધીક સારી સુવિધા અને તબીબો...
    • પોર્ટ હોસ્પિટલમાં તબીબો ગણ્યા ગાંઠ્યા,છતા રોજ દર્દીઓની કતારો
      પોર્ટ હોસ્પિટલમાં તબીબો ગણ્યા ગાંઠ્યા,છતા રોજ દર્દીઓની કતારો
      દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની ગોપાલપુરી સ્થીત હોસ્પીટલ દશકા પહેલા સંકુલની સર્વાધીક સારી સુવિધા અને તબીબો ધરાવતી હોસ્પીટલોમાં ગણાતી હતી. પરંતુ સમયના થપેડાઓ સાથે આજે તેની સ્થીતી ઈશ્વર વિનાના મંદીર જેવી થઈ ગઈ છે. દૈનિક ત્રણ થી ચાર તબીબો પણ દર્દીઓને ચકાસવા, નિદાન કરવા અહિ જોવા મળતા નથી. જેની પાછળ લગાતાર રીટાર્યડ થતા તબીબો સામે નવા ડોક્ટરોની નીમણુંક કરવામાં તંત્રની આળસ હોવાનું જાણવા મળે છે. તો હોસ્પીટલની જાળવણીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

      પોર્ટની સ્ટાફ કોલોની ગોપાલપુરીમાં આવેલી હોસ્પીટલમાં દૈનિક ધોરણે બહોળી સંખ્યામાં પોર્ટના અને ખાનગી દર્દીઓ પણ આવે છે. પરંતુ હાલમાં અહિના દૈનિક નોટીસ બોર્ડમાં ક્યાં ક્યા તબીબો ઉપસ્થીત નથી તેનાજ લખાણ જોવા મળે છે. જેના કારણે કેટલીક વાર તો એકાદ તબીબજ ઉપસ્થીત હોય તેવો તાલ સર્જાય છે. ઉચ્ચકક્ષાની તબીબી સુવિધાઓ પોર્ટના કર્મચારીઓ અને પરીવારોને મળી રહે તે માટે બનાવાયેલી આ હોસ્પીટલમાં છેલ્લા એકાદ બે વર્ષેથી કાર્યપદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

      કેસ કઢાવવા માત્ર કાર્ડ, નો કેશ!

      ડીપીટી હોસ્પીટલમાં જો ખાનગી કેસ કઢાવવો હોય તો તે માત્ર કાર્ડ સ્વાઈપ કરાવીનેજ કાઢી શકાય છે. ડીઝીટલ ટ્રાન્ઝેક્શનને મહત્વ આપવમા ઈફ્કોએ પરાણે કેશલેસ કર્યાનો દાખલો તાજોજ છે ત્યારે પોર્ટ પણ તેની રાહે હોય તેમ હોસ્પીટલમાં કેસ કઢાવવા માત્ર કાર્ડનો સ્વીકાર કરવામાં આવતો હોવાની રાવ ઉઠવા પામી છે. સામાન્ય પરીવારમાંથી આવતી મહિલાઓ કે જેઓ ડેબીટ કાર્ડ સાથે રાખવા કે ઉપયોગ કરવા ટૅવાયેલી નથી તેમને દવા કે નિદાન વગર ખાલી હાથે પરત ફરવુ પડે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પોર્ટ હોસ્પિટલમાં તબીબો ગણ્યા ગાંઠ્યા,છતા રોજ દર્દીઓની કતારો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `