ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મેદાનો ડમ્પીંગ ઝોનમાં ફેરવાઈ રહ્યા છે, મલબાનો જ્યાં ને ત્યાં નિકાલ

    મેદાનો ડમ્પીંગ ઝોનમાં ફેરવાઈ રહ્યા છે, મલબાનો જ્યાં ને ત્યાં નિકાલ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:35 AM IST

    ગાંધીધામમાં પાલીકાને જાણે પડીજ ન હોય તેમ ચોતરફ બેફામ ચાલી રહેલી મલબા ફેંક પ્રવુતિ અંગે આંખ આડા કાન કરવાની વ્રુતિ...
    • મેદાનો ડમ્પીંગ ઝોનમાં ફેરવાઈ રહ્યા છે, મલબાનો જ્યાં ને ત્યાં નિકાલ
      મેદાનો ડમ્પીંગ ઝોનમાં ફેરવાઈ રહ્યા છે, મલબાનો જ્યાં ને ત્યાં નિકાલ
      ગાંધીધામમાં પાલીકાને જાણે પડીજ ન હોય તેમ ચોતરફ બેફામ ચાલી રહેલી મલબા ફેંક પ્રવુતિ અંગે આંખ આડા કાન કરવાની વ્રુતિ દાખવી રહી છે. શહેરના આંતરીક માર્ગોજ નહિ ટાગોર રોડની સાઈડો પર અને હવે મેદાનોને પણ ન મુકી રહેલા અસામાજીક તત્વો સમગ્ર શહેરને ડમ્પીંગ ઝોનમાં પલટાવી રહ્યા છે.

      શહેરના મામલતદાર કચેરી પાસે આવેલા ગ્રાઉન્ડમાં વારે તહેવારે કોઇને કોઇ આયોજનો થતા રહે છે ત્યારે તે સીવાયના સમયે હાલે તે ખાણી પીણી માટે જાણીતો બની રહ્યો છે. પરંતુ સંકુલમાં ચોતરફ ચાલી રહેલા કંટ્રકશન કાર્યમાં ઉપજતા મલબાને અહિ કોઇ મોટા પ્રમાણમાં ફેંકી ગયુ હોવાથી રોજ અહિથી પસાર થતા હજારો નાગરીકોની આંખમાં મલબો ખુંચે છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલા હોવાના કારણે આ મેદાનનો વિવિધ રચનાત્મક ઉપયોગ થઈ શકે તેમ છે. પરંતુ તેની માલીકી કેપીટીની છે અને સુધરાઈ દૈનિક કાર્યોને પણ પુરી પાડવામાં પુરી નથી પડતી ત્યારે રચનાત્મક દ્રષ્ટિકોણ ખીલવવાનો સમય કોની પાસે છે? હાલે સ્થીતી એ છે કે મામલતદાર ગ્રાઉન્ડ, વિકાસ પથ પાસેનો ગ્રાઉન્ડ, ટાગોર રોડના બીએસએનએલ ઓફિસ સામેનો વિસ્તાર અને ક્લેક્ટર રોડ પર મલબો ઠાલવી દેવાયો છે. જાગ્રુત નાગરીકે તેના નગરસેવકને ફરીયાદ કરી તો ‘એ તો બાંધકામ થઈ જાય પછી ઉઠાવી લેશે’ જેવો જવાબ મળ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મેદાનો ડમ્પીંગ ઝોનમાં ફેરવાઈ રહ્યા છે, મલબાનો જ્યાં ને ત્યાં નિકાલ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `