Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આદીપુર ખાતે બ્રિઝ બિલ્ડર ગૃપ દ્વારા મહિલા દિન સંદર્ભે સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમો યોજાયો

આદીપુર ખાતે બ્રિઝ બિલ્ડર ગૃપ દ્વારા મહિલા દિન સંદર્ભે સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમો યોજાયો

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 02:35 AM

વિશ્વ મહીલા દિન નજીક છે ત્યારે તેના સંદર્ભે આદિપુર ખાતે સાધુ વાસવાણી મિશન પુના પ્રેરીત બ્રિઝ બિલ્ડર ગૃપ દ્વારા...

  • આદીપુર ખાતે બ્રિઝ બિલ્ડર ગૃપ દ્વારા મહિલા દિન સંદર્ભે સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમો યોજાયો
    વિશ્વ મહીલા દિન નજીક છે ત્યારે તેના સંદર્ભે આદિપુર ખાતે સાધુ વાસવાણી મિશન પુના પ્રેરીત બ્રિઝ બિલ્ડર ગૃપ દ્વારા સ્ત્રી સશક્તિ કરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્ત્રી જો તંદુરસ્ત હશે તો જ સશક્તિકરણ શક્ય છે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ સેમિનારમાં મહીલા ડો.અલ્પા મહેતા અને બાળ મનોવિજ્ઞાની ડો.શ્રધ્ધા મુરારકાએ પોતાના વક્તવ્યમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને તંદુરસ્તી અને આરોગ્ય બાબતે ઉંડાણ પુર્વકની સમજ આપી હતી.તો મનોવૈજ્ઞાનિક શ્ર્ધ્ધા મુરારકાએ સ્રીઓમા઼ રહેતા માનસીક દબાણ બાબતે સમજણ આપી તેને કઇ રીતે દુર કરાય તે બાબતે ઉપસ્થિત મહિલાઓ દ્વારા પુછાયેલા પ્રશનોના જવાબ પણ આપ્યા હતા.

    આ વકતવ્ય બાદ ઘુમર નૃત્ય,ભારતનાટ્યમ તથા સમુહ એરોબીક્સની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ સેમિનારમાં શહેરની જાણીતી સંસ્થાઓ લાયન્સક્લબ,રોટરી ક્લબ,જાયન્ટ્સ ક્લબની મહીલા સભ્યો,યોગા ગૃપ,ફીટનેશ ગૃપ,લોહાણા મહિલા મંડળના સભ્યો,મહીલા પ્રોફેસરો,શિક્ષકો,મહિલા પોલીસ અધિકારીઓ સહિત 350થી વધુ મહીલાઓ ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમના અંતમાં વક્તાઓ,સ઼સ્થાઓ તેમજ એકેડમીનો આભાર વ્યક્ત કરવામા઼ આવ્યો હતો.

    મહિલા સશક્તિકરણ તો જ શક્ય છે જો તંદુરસ્તી જળવાય

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending