• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અંજારના બીટા વલાડીયામાં જૂની અદાવતે 2 કુટુંબ બાખડ્યા

અંજારના બીટા વલાડીયામાં જૂની અદાવતે 2 કુટુંબ બાખડ્યા

અંજાર તાલુકાના ગામમાં શનિવારે જુની અદાવતમાં બે પરીવારો બાખડ્યા હતા. પથ્થરમારા અને જાનથી મારી નાખવાની ધમકીઓ...

DivyaBhaskar News Network | Updated - Mar 05, 2018, 02:35 AM
અંજારના બીટા વલાડીયામાં જૂની અદાવતે 2 કુટુંબ બાખડ્યા
અંજાર તાલુકાના ગામમાં શનિવારે જુની અદાવતમાં બે પરીવારો બાખડ્યા હતા. પથ્થરમારા અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાયાની બંન્ને પક્ષની ફરિયાદ અંજાર પોલીસ મથકે ચોપડે ચડી હતી. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અંજાર તાલુકાના બીટા વલાડીયા આથમણા ખાતે બે પરિવારો જુની અદાવતમાં બાખડતાં સામસામી ફરીયાદ નોંધાઇ હતી.આ બાબતે તપાસકર્તા એએસઆઇ વેલજીભાઇ આહીરે વીગતો આપતાં જણાવ્યું હતું કે,શનીવારે સાંજે 6.30 વાગ્યે ભુવડ નજક બીટા વલાડિયા આથમણા ખાતે બે પરિવારો વચ્ચે જુની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં ફરિયાદી શામજી વીરા કોઠીવાર (આહીર)ની ફરિયાદ બીટાવલાડીયાના જ પ્રદીપ પુના કોઠીવાર,ધામા નથુ કોઠીવાર અને રાણીબેન પુનાભાઇ કોઠીવારે બોલાચાલી કર્યા બાદ ફરિયાદીની માતા પર પ્રદિપે પથ્થરનો છુટ્ટો ઘા માર્યો હતો અને ફરિયાદીને લાફા મારી જાનથી મારી નાખવાનીી ધમકી આપી હતી.

તો સામે પક્ષે મુળ બીટાવલાડીયાના હાલે અંતરજાળ રહેતા દિપક પુનાભાઇ કોઠીવારે માદાભાઇ વીરા કોઠીવાર,શામજી વીરા કોઠીવાર સપુરી બેન કોઠીવાર સામે માદાભાઇએ ફરિયાદીના પિતા પર પથ્થર વડે હુમલો કરી ધકબુશટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતાં એએસઆઇ વેલજીભાઇ આહીરે બન્ને પક્ષની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

X
અંજારના બીટા વલાડીયામાં જૂની અદાવતે 2 કુટુંબ બાખડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App