ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા

    ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:35 AM IST

    ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પડાણા નજીક ઝાડ ઉપરથી પડી જતાં યુવાને જીવ...
    • ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા
      ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા
      ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પડાણા નજીક ઝાડ ઉપરથી પડી જતાં યુવાને જીવ ખોયો હતો,તો આદિપુર અને મેઘપર બોરિચીમાં યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું હતું.

      પડાણા નજીક આવેલી ડેડિયા લુમ્બર્સ લાકડાના બેન્સામાં કામ કરતા 36 વર્ષીય રેઇમોનારાવરેઇ સીતારામ ઝાડ ઉપર ચડ્યો હતો અને અચાનક તે ઝાડ ઉપરથી પડી જતાં તેને ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતુ઼.બીજા બનાવમાં આદિપુરના ચારવાળી વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ મુળજી વરસાચીયાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ છેલ્લું પગલું ભર્યું હતું.આદીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તો અંજાર તાલુકાના મેઘપર બોરિચી ખાતે રહેતા 28 વર્ષીય રાજેશ ઉર્ફે રાધેશ્યામ રમેશ પુજારાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ પોતાનું આયખું ટુંકાવ્યું હતુ઼ં.અંજાર પોલીસ કયા કારણોસર આ યુવાને આ પગલું ભર્યું તેની તપાસ હાધ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ,છેલ્લા થોડાક સમયમા઼ ગાંધીધામ,આદીપુર,અંતરજાળ અને અંજારમાં આત્મહત્યાના બનાવોની સંખ્યા વધી ગઇ છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામ સંકુલમાં ત્રણ અપમૃત્યુના બનાવ બન્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `