• Gujarati News
  • National
  • એટીએમ ચોરીના પ્રયાસમાં બે ઝડપાયા

એટીએમ ચોરીના પ્રયાસમાં બે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનીમુખ્ય માર્કેટમાં આવેલા સાઉથ ઈન્ડીયન બેંકના એટીએમમાં ચોરીના પ્રયાસના ગણતરીના કલાકોમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યા અનુસાર ગત ગુરુવારના મોડી રાત્રે શહેરની મેઈન માર્કેટમાં આવેલા સાઉથ ઈન્ડીયન બેંકના એટીએમ મશીનમાં રહેલા રુપીયા તફડાવવાના ઈરાદે લોખંડના સળીયા અને અન્ય વસ્તુઓ વડૅ દરવાજો ખોલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પેટ્રોલીંગમાં રહેલી પોલીસે એક 17 વર્ષીય બાળ આરોપી અને રણજીત જોધારામ મેઘવાળ (ઉ.વ.21) ને પકડી પાડી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...