• Gujarati News
  • National
  • બસ સ્ટેશનનો ખુલ્લો થઇ ગયેલો ટાંકો બન્યો ભયજનક

બસ સ્ટેશનનો ખુલ્લો થઇ ગયેલો ટાંકો બન્યો ભયજનક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાધમધમતા અહીંના એસટીના બસ સ્ટેશનમાં કેટલાક સમયથી ટુટી ગયેલી સ્લેબ વાળો પાણીનો ટાંકો ભયજનક બન્યો છે

ગાંધીધામ જેવા ચહલ-પહલ વાળા એસટીના બસ સ્ટેશનમાં ઘણા સમયથી જર્જરીત બની ગયેલો પાણીનો ટાંકો ઉપરની છત તુટી જવાના કારણે ભયજનક સ્થિતિમાં છે. સાથે સાથે ખુલ્લા ટાંકામાં કોઇ પડી જવાનો ડર પણ રહે છે. જેમાં ખાસ કરીને કોઇ બાળક કે અન્ય પ્રવાસી અકસ્માતે પડે તે પહેલા પાણીના ટાંકાનું સમારકામ થવું જોઇએ અથવા તેને કાયમ માટે પુરવો જોઇએ એવું લોકો માની રહ્યા છે. અને તેમાં કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે, જે રોગચાળાને ખુલ્લુ આમંત્રણ આપે છે. ત્યારે તંત્ર બાબતે તાત્કાલિક પગલા લે તેવું અહીં આવતા પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે.

મુકપશુઓ અને ભુલકાઓ માટે જોખમી ટાંકો

પાણીનો ટાંકો બની ગયો છે ‘ડસ્ટબીન’

અન્ય સમાચારો પણ છે...