• Gujarati News
  • National
  • મેળાના આયોજકોમાં ચીંતા પ્રસરી, ધીમી ધારે વરસાદ ચાલુ

મેળાના આયોજકોમાં ચીંતા પ્રસરી, ધીમી ધારે વરસાદ ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાંશનિવારે સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. દર થોડા સમયે પડતા ઝાપટાઓના કારણે ખુશનુમા બનતા વાતાવરણનો લુત્ફ ઉઠાવવા નિકળતા લોકોની મજા શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીએ બગાડી હતી. તો સાતમ આઠમ માટે સંકુલમાં આયોજીત ચારથી વધુ મેળાના આયોજકો પણ ચીંતામાં મુકાયા હતા. રામલીલા મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો ચાવલા ચોક અને ભારતનગરમાં તો જાણે ધોધમાર વરસ્યો હોય તેમ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે તળાવ ભરાઈ ગયા હતા.જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

સંકુલમાં ઠેર-ઠેર પાણી ભરાયા

નજીવા અને સમયાંતરે પડતા ઝાપટામાં પણ પાણી ભરાયા

અન્ય સમાચારો પણ છે...