તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદિપુરમાં 1.68 લાખની ચોરીની બે ઘટના પોલીસ દફતરે ચડી

આદિપુરમાં 1.68 લાખની ચોરીની બે ઘટના પોલીસ દફતરે ચડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાંએક ઘટના 2 માસ પહેલાંની અને એક ગત માસની પોલીસ ચોપડે ચડી હતી અને બન્નેમાં મોબાઇલ તથા રોકડ રકમ થઇ કુલ 1,68,000/- ની મતા ઉઠાવી જવામાં આવી હતી.4 વાળીમાં મકાન નં. સીડીએક્સ-એ-398 માં રહેતા સુનિલ ગુરૂદેવ ગુપ્તાના મકાનમાંથી તસ્કરોએ ગત તા. 10/5 થી 11/5 દરમ્યાન કોઇ પણ સમયે ગેરકાયદે પ્રવેશ કરી, ઘરમાં રાખેલો સેમસંગ કંપની નો મોબાઇલ (કિંમત-4,000/-) તથા રોકડા રૂપિયા 84,000/- એમ કુલ 88,000/- ની મત્તા ચોરી લીધી હતી. બનાવ બાદ આટલી મોડી ફરિયાદ પાછળનું કોઇ કારણ પોલીસમાં આપવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. મકાનની આગલી લાઇનમાં આવેલ મકાન નં. સીડીએક્સ-એ-386 માં રહેતા જીતેન્દ્ર ઘનશ્યામ બીજવાણીના મકાનમાંથી પણ ગત તા. 7/4 થી 8/4 દરમ્યાન કોઇ પણ સમયે નોકીયા કંપનીનો મોબાઇલ અને 78,000/- રૂપિયા રોકડા એમ કુલ 80,000/- ની મતા તફડાવી હતી. બન્ને બનાવો પોલીસમાં ચડતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જાણભેદુએ ઘટનાને અંજામ આપ્યાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ઉપરાંત પણ 3 ઘરોમાંથી રીતે મોબાઇલ-ટેબ વગેરે પણ ચોરાયા હોવા છતાં તેની ફરિયાદ કરવામાં આવી નથી.

એકમાં 88 હજાર તો બીજામાં 80 હજારની તસ્કરી કરાઇ

ચારવાળીમાં આગળ-પાછળની લાઇનના બનાવ

અન્ય સમાચારો પણ છે...