તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 16 વર્ષથી અધ્ધરતાલ પ્લોટનો પ્રશ્ન હલ થશે?

16 વર્ષથી અધ્ધરતાલ પ્લોટનો પ્રશ્ન હલ થશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટના અંદાજે 1200 જેટલા કર્મચારીઓના 16 વર્ષથી અધ્ધરતાલ રહેલા પ્લોટની ફાળવણીના મુદ્દે અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ નિવેડો આવ્યો નથી. કેન્દ્રના શિપિંગ રાજ્ય મંત્રી બુધવારે ગાંધીધામ આવી રહ્યા છે ત્યારે પ્રશ્ને સુખદ ઉકેલની જાહેરાત થાય તેવી અપેક્ષા કંડલા પોર્ટ કર્મચારી સંઘ રાખી રહ્યું છે.

કેપીકેએસ પ્રમુખ અને કામદાર ટ્રસ્ટી મોહન આસવાણીએ જણાવ્યું છે કે, શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા બુધવારે ગાંધીધામ આવી રહ્યા છે. કંડલા પોર્ટના અંદાજે 1200 કર્મચારીઓને છેલ્લા 16 વર્ષથી અટકી ગયેલા પોતાના મકાનો બનાવવા માટેના પ્લોટની ફાળવણીનો પ્રશ્ન હલ થશે કે તે માટે કોઇ સુખદ જાહેરાત કરશે તેના ઉપર કામદારોની મીટ મંડાણી છે. અવારનવાર મુદ્દે રજૂઆતો થઇ ચૂકી છે. માજી સાંસદ અને ઇન્ટુક પોર્ટ ફેડરેશનના પ્રમુખ પ્રભાતકુમાર સામંતરાયના પ્રયત્નો, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ પણ લેખિત અને મૌખીક રજૂઆત કરી છે. કેપીટીએ 105 મીલીયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલ કરવાનો રેકોર્ડ બનાવેલ છે ત્યારે શિપિંગ વ્યવસાયકારો સન્માનવા આવી રહ્યા છે ત્યારે સ્વભાવિક રીતે પોર્ટના કર્મચારીની પણ લાગણી છે કે, પોતાના મકાન બનાવવા માટે પ્લોટની ફાળવણી બાબત સકારાત્મક રીતે ફાળવણીની મંજુરીની ઘોષણા કરશે તેવી આશા રાખીને બેઠા છે તેમ નારણભાઇ વિસરીયા અને મહામંત્રી નારી રામદાસાણીએ જણાવ્યું છે.

આજે કેન્દ્રના શિપિંગ રાજ્ય મંત્રી ગાંધીધામમાં

અન્ય સમાચારો પણ છે...