તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુરોપના પોર્ટ ઓફ રોટરડમના પ્રતિનિધિએ કેપીટીના વખાણ કર્યા

યુરોપના પોર્ટ ઓફ રોટરડમના પ્રતિનિધિએ કેપીટીના વખાણ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુરોપનાપોર્ટ ઓફ રોટરડમના પ્રતિનિધિમંડળે આજે કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી. કેપીટી દ્વારા વિકસાવવામાં આવેલી સુવિધાઓ સહિતની માહિતી મેળવીને સંતોષ વ્યક્ત કરી કયા ક્ષેત્રમાં સહકાર અને કોલોબ્રેશન કરી શકાય તે અંગે વિચારવિમર્શ કર્યો હતો.

કંડલા પોર્ટની મુલાકાતે યુરોપનું પોર્ટ ઓફ રોટરડમના પ્રતિનિધિમંડળ આવ્યું હતું. જેમાં ઓફિસર,ત્યાંના સ્થાનિક યુઝર્સ વગેરે જોડાયા હતા. પ્રતિનિધિમંડળ દ્વારા પોર્ટની વિવિધ સુવિધાલક્ષી જાણકારી મેળવી માહિતી મેળવી હતી. સાથે સાથે કયા ક્ષેત્રમાં સહકાર અને કોલોબ્રેશન થઇ શકે તે અંગે વિચારવિમર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2004થી પોર્ટ ઓફ રોટરડમ વિશ્વનો સૌથી વધુ બિઝનેસ પોર્ટ હતું. ત્યાર બાદ સિંગાપોર અને શાંઘાઇ હાલ છે. આજની મુલાકાત સમયે કેપીટીના ચેરમેન રવિ પરમાર, વાઇસ ચેરમેન આલોક સિંગ, સેક્રેટરી બિમલ ઝા અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરી હતી.

ચેરમેન સહિતના એચઓડી સાથે બેઠક યોજી કોલોબ્રેશન મુદ્દે ચર્ચા કરી

પોર્ટની મુલાકાત લઇને સુવિધાની વિગતો મેળવી

અન્ય સમાચારો પણ છે...