તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં નવ હજારના શરાબ સાથે બૂટલેગર જબ્બે

ગાંધીધામમાં નવ હજારના શરાબ સાથે બૂટલેગર જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકાર્ગો ઝૂંપડપટ્ટીના સીતારામનગરમાં પોલીસે દરોડો પાડી એક શખ્સના કબજામાંથી 9300/- નો શરાબ-બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.

કાર્ગો ઝૂંપડપટ્ટીના સીતારામનગરમાં બાતમીના આધારે પોલીસે મંગળવારના રાત્રીના ભાગે દરોડો પાડતાં, વિનોદ લવજી મકવાણા (ઉ.-30) ના કબજામાંથી 10 બોટલ શરાબ (કિંમત-3500/-), 180 એમએલના ચોથીયા નંગ-24 (કિંમત-2400/-) અને બીયરના ટીન નંગ-34 (કિંમત-3400/-) એમ કુલ 9300/- ના શરાબના જથ્થા સાથે બુટલેગરની અટક કરી હતી. ઉલ્લેખનીય છે કે, કાર્ગો ઝૂંપડા અને સુંદરપુરી વિસ્તારમાં બિન્ધાસ્ત દારૂનું વેચાણ ઝડપાતું રહે છે. અગાઉ પણ શહેરમાં ચોમેર કડક દારૂબંધી વચ્ચે પણ અહીં છુટથી શરાબ મળી રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...