તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં છાત્રો ઝળક્યા

રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં છાત્રો ઝળક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી ખાતે આયોજીત ફુટબોલ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમા ગાંધીધામના ખેલાડીઓ સાથેની ગુજરાતનું પ્રતિનીધીત્વ કરતી બે ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એકને સિલ્વર અન અન્યને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

યંગ 11 સ્પોર્ટ્સ એકેડમીની બે ટીમોએ રાજ્યનું પ્રતિનીધીત્વ કરી દિલ્હીના રાજીવ ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજીત અંડર 19 ફુટબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમે એમપીને 3-1 થી હરાવી, યુપીને 2-૦ થી હરાવી ક્વોટર ફાઈનલમાં તેલંગાનાને 1-0 થી હરાવી હતી. ફાઈનલમાં મહારાષ્ટ્ર સામે 5 - 4થી પેનલ્ટીમાં હારી ગઈ હતી. અક્ષીત નેગીના કેપ્ટનશીપ નીચે ટીમે સીલ્વર મેડલ મેળવ્યો હતો. તો અન્ય એક તીમે બ્રોંઝ મેડલ મેળવ્યો હતો. એકેડમીના મેનેજર યશ દવે અને સેક્રેટરી રાજુ રાણાએ શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતની ટીમે સારો એવો દેખાવ કર્યો

ગાંધીધામના ખેલાડીઓએ સિલ્વર મેડલ મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...