તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારતનગરના સીસી માર્ગના કામમાં મનાઇ હુકમ આવ્યો

ભારતનગરના સીસી માર્ગના કામમાં મનાઇ હુકમ આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકામાં અવારનવાર જે તે વિસ્તારના લાખો રૂપિયાના ખર્ચે થનારા રોડ, પાણી, ગટર લાઇન સહિતના કામના મુદ્દે વિવાદ થાય છે. ટેન્ડરીંગમાં થતી બાબતોને લઇને પણ આશંકાના વાદળો ઉભા થતા હોય છે. ભારતનગર વિસ્તારમાં અંદાજે 24 લાખના કામ રસ્તાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટેન્ડર બહાર પાડવામાં આવ્યા પછી સીસી પેવર બ્લોકના કામ મુદ્દે એક એજન્સીનું ટેન્ડરનો વિવાદ થતાં અન્યને કામ સોંપવામાં આવ્યું હતું. નારાજ થયેલી મારૂતિ ફાઉન્ડેશન એન્ડ કન્ટ્રકશન કંપની દ્વારા પાલિકાને બાબતે નોટિસ પણ આપી હતી. પરંતુ તેનો જવાબ અપાયો હતો. દરમિયાન એજન્સી દ્વારા અત્રેની કોર્ટમાં ફરિયાદ કરી મનાઇ હુકમ મેળવ્યો છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતનગર મેઇન માર્કેટમાં સીસી પેવર બ્લોકના કામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ટેન્ડરીંગ પછી પાલિકાએ અનુભવ અંગે એક એજન્સીનું ટેન્ડર યોગ્ય જણાતા રાજપૂત ઇન્ફ્રસ્ટ્રક્ચર કંપનીને કામ આપી દીધું હતું. બાબતે મારૂતિ ફાઉન્ડેશન એન્ડ કન્ટ્રકશન કંપની દ્વારા પાલિકામાં ફરિયાદ પણ કરવામાં આવી હતી અને લીગલ નોટિસ આપીને તેને ખોટી રીતે કામ અપાયું હોવાની દાદ માગી હતી. બાબતે પાલિકાએ કોઇ જવાબ આપ્યો હતો. દરમિયાન એજન્સી દ્વારા તાજેતરમાં અધિક સિવીલ જજની કોર્ટમાંથી 23મી જૂન સુધીનો મનાઇ હુકમ મેળવ્યો છે.

ગેરરીતિ થયાનો એજન્સીનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...