• Gujarati News
  • National
  • સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ વગેરે મુદા પર ગાંધીનગરમાં ચિંતન

સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ વગેરે મુદા પર ગાંધીનગરમાં ચિંતન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાંશિપિંગના સેક્રેટરી અને ગુજરાતના ચીફ સેક્રેટરી વચ્ચે સાગરમાલા પ્રોજેક્ટ સબંધી પ્રોજેક્ટો વિશે ચર્ચા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેપીટી ચેરમેન પણ ઉપસ્થીત રહી કંડલા સબંધી મુદાઓ વિશે ચર્ચા કરી હતી.

ગાંધીનગરના સચિવાલય ખાતે શુક્રવારે શીપીંગ મંત્રાલયના સચિવ રાજીવ કુમાર અને ગુજરાત સરકારના સચિવ જે.એન.સીંઘ વચ્ચેની બેઠક યોજાઈ હતી. જેમાં કંડલા પોર્ટના ચેરમેન રવિ પરમાર, સાગરમાલા પ્રોજેક્ટના સંયુક્ત સચિવ રવીન્દ્ર અગ્રવાલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાગરમાલા સબંધીત વિવિધ કાર્યોને શરૂ કરવા અને તે સબંધીત પદ્ધતિઓને નક્કી કરવામાં આવી હતી. તો કેપીટી સંલગ્ન બાબતો જેવી જમીનનો સર્વે, સીમાંકન, રેવન્યુ રેકોર્ડ્સ, સ્માર્ટ ઈન્ડસ્ટીયલ પોર્ટ સિટી, પવન ઉર્જા સબંધીત પ્રોજેક્ટ સહિતના વિષયો પણ પર ચર્ચા બાદ પરસ્પર સહમતિથી નિર્ણયો લેવાશે તેમ નક્કી કરાયું હતું.

ગાંધીનગર ખાતે સંકુલના વિકાસ માટે યોજાયેલી બેઠકના અગ્રણી.

વિકાસ કામના પ્રોજેક્ટને આગળ ધપાવવો છે

રાજ્યના સેક્રેટરી અને શિપિંગ સચિવની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...