તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લીલાશા વિસ્તારમાં લોકોએ પાણીની લાઇનનું કામ અટકાવ્યું

લીલાશા વિસ્તારમાં લોકોએ પાણીની લાઇનનું કામ અટકાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ વિવિધ સૂવિધા લક્ષી કામોમાં થઇ રહી છે. લીલાશાહ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાખવાના કામમાં ખોટી રીતે લાઇન નખાતી હોવાનું જણાતા રહીશો અકળાઇ ગયા હતા અને ફરિયાદ કરતાં રજૂઆત બાદ કામ અટકાવી દેવાની પાલિકાને ફરજ પડી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં યોગ્ય સુવિધા ઉભી થાય તે હેતુથી સર્વે કરીને તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. લીલાશાહ ચકરા પાસે પાણીની ફરિયાદને અનુલક્ષીને નવી લાઇન નાખવા મંજુરી આપવામાં આવી હતી. મંજુરી બાદ કામ શરૂ થતાં પાલિકાને અડચણનો સામનો કરવો પડ્યો છે. રહીશોએ ખોટી રીતે લાઇન નખાતી હોવાથી ફરિયાદ કારોબારી સમિતિ ચેરમેન તારાચંદ ચંદનાની કરતા કામ અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

શહેરના લીલાશાહ વિસ્તારમાં પાણીની ફરિયાદનું નિરાકરણ લાવવા માટે નવી પાઇપલાઇન નાખવાની મંજુરી અપાઇ હતી. પાઇપલાઇન નાખવાની કામગીરીના આરંભે લોકોએ ઉહાપોહ કરતાં પાલિકાને કામ અટકાવી દેવાની ફરજ પડી હતી. અટકાવેલ કામની સ્થિતિ દ્રશ્યમાન થાય છે.

પાઇપલાઇન નાખવાની શરૂ થયેલી કામગીરી

પાલિકાને વધુ એક અડચણનો સામનો કરવો પડ્યો

અન્ય સમાચારો પણ છે...