તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા સંગઠનમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાને સ્થાનથી કચવાટ

જિલ્લા સંગઠનમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાને સ્થાનથી કચવાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપમાંચાલતી હુંસાતુંસી અને ભવાઇના કારણે અવારનવાર શહેરમાં વિવાદ થયા છે. તાજેતરમાં જીલ્લા કક્ષાએથી સંગઠનમાં મુકવામાં આવેલા કાર્યકરો સામે અગાઉ નગરપાલીકાની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો આક્ષેપ કરીને સજાના બદલે ઇનામ આપવામાં આવી રહ્યાની લાગણી જણાવી સનિષ્ઠ કાર્યકરો બાબતે કચવાટ વ્યકત કરી રહ્યા છે.

ગાંધીધામ શહેર ભાજપમાં બે જુથ વચ્ચે ચાલતી લડાઇના કારણે અવારનવાર જુદા જુદા કિસ્સામાં વિખવાદ બહાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સંગઠનના જુદા જુદા માળખાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યા પછી પણ કોઇ પગલાં ભરવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કરેલી ટકોર પછી જીલ્લા ભાજપનું સંગઠન આખરે તબક્કાવાર નિમણુંકો કરવામાં વ્યસ્ત બન્યું છે. તથા અન્ય કેટલીક કામગીરી થોડા સમય પહેલા સોંપવામાં આવી હતી તે પણ કરાઇ હોવાની લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

મંડળોની રચના ક્યારે થશે

સામાન્યરીતે જીલ્લા કક્ષાએથી દરખાસ્ત મોકલવામાં આવ્યા પછી પ્રદેશમાંથી આવેલ સુચના મુજબ કાર્યવાહી કરવાની હોય છે. સામાન્ય સંજોગોમાં જીલ્લાકક્ષાએથી થયેલી ભલામણ પર મહોર લગાવવામાં આવતી હોય છે.કેટલાક અપવાદરૂપ કે વિવાદ વાળા કિસ્સા હોય તો તેને બાદ કરીને અન્ય નિમણુંકોને લીલી ઝંડી આપવા સુચના આપવામાં આવતી હોય છે. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે જે તે સમયે થયેલી વરણી પછી મંડળ અને મોરચાના જુદા જુદા હોદેદારોની વરણીનું કામ હજુ બાકી છે.

ભાજપમાં ચાલતી ભવાઇ, હુંસાતુંસીના ખેલથી સનિષ્ઠ કાર્યકરો નારાજ

પાલિકાની ચુંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનો પ્રયત્ન કરનારને ઈનામω

અન્ય સમાચારો પણ છે...