તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વીજકંપનીના આજના લોકદરબારમાં ગાંધીધામના વિવિધ પ્રશ્નો રજૂ થશે

વીજકંપનીના આજના લોકદરબારમાં ગાંધીધામના વિવિધ પ્રશ્નો રજૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામઅને આદીપુરમાં વીજળીના પ્રશ્નો હલ થતા નથી. પ્રિમોન્સુનની કામગીરી પણ વ્યસ્થિત રીતે થતા લોકોને વીજ સમસ્યાનો સામનો કરવો પડે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ કેટલીક વખત લોકોને સુવિધાઓ મળતી નથી. તેવા સમયે તા. 11 ના રોજ વીજકંપની દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકદરબારમાં આદિપુરનો એક પણ પ્રશ્ન આવ્યો નથી. જ્યારે ગાંધીધામના પ્રશ્નો ભાનુભવન ખાતે સાંજે રજુ થાય તેવી સંભાવના જણાઇ રહી છે.

લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવતા લોકોને હેરાનગતિનો ભોગ બનવું પડે છે. પ્રિમોન્સુનની કામગીરી પણ નબળી થતી હોવાથી કલાકો સુધી સામાન્ય વરસાદમાં પણ વીજળી ડુલ થવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. દરમ્યાન પીજીવીસીએલ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અગાઉ સ્વાગત નિવારણમાં નાગરિક દ્વારા મુકવામાં આવેલા પ્રશ્નોનો નિકાલની ખાત્રી આપવામાં આવી હતી. નાગરિક લક્ષ્મણ સેવાણીએ અગાઉ મુકેલા પ્રશ્નોમાં વીજ થાંભલા પરથી જાહેરખબરના બોર્ડ ઉતરાવવા, વીજ થાંભલા અને કેબલની આજુબાજુ બાવળ કટીંગ, ડીપીના દરવાજા બંધ રાખવા, 24 કલાક સુધી ઓફીસનો નંબર ચાલુ રહે તે સહીતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

હે. વીજ કરંટથી આખલાનું મોત

વીજકંપનીની બેદરકારીના કારણે પશુઓને કરંટ લાગવાના કિસ્સા અગાઉ પણ નોંધાઇ ચુક્યા છે. કિસ્સામાં પશુના મોત થતા માલધારીઓને આર્થિક નુકશાન સહન કરવાની નોબત પણ આવી છે. વીજ થાંભલા આસપાસ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે અવારનવાર રજુઆતો કરવામાં આવ્યા પછી પણ કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. લોકોના જાનમાલને જોખમ ઉભું થાય તેવી ડીપી પણ ખુ્લ્લી રાખવામાં આવતી હોય છે. દરમ્યાન આજે સેવી ઇન્ટરનેશનલ સ્કુલ પાસે પાલિકાની કચરાપેટી નજીક વીજ કરંટથી એક પશુનું મોત નિપજ્યુ હતું. સવારના બનેલા બનાવ પછી વીજ પ્રવાહ ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

આદિપુરમાં વીજળીને લગતા કોઇ પ્રશ્ન નથી!

અન્ય સમાચારો પણ છે...