• Home
  • Gujarat
  • Bhuj
  • Gadhshisha
  • Gadhshisha - ગઢશીશામાં જૈનાચાર્યના જન્મોત્સવની ઉજવણી થઇ

ગઢશીશામાં જૈનાચાર્યના જન્મોત્સવની ઉજવણી થઇ

જૈન મહાજનના આયોજનમાં ભાવિકો ઉમટ્યા

DivyaBhaskar News Network | Updated - Sep 26, 2018, 03:00 AM
Gadhshisha - ગઢશીશામાં જૈનાચાર્યના જન્મોત્સવની ઉજવણી થઇ
ગઢશીશામાં જૈનાચાર્ય ગુણોદયસાગરસુરીશ્વરજી મ.સા.નો 87મો જન્મોત્સવ રજતતુલા સાથે ઉજવાયો હતો. રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને ઉજવાયેલા સમારોહમાં આચાર્ય ભગવંતના આશીર્વાદ સદાય કચ્છ પર વરસતા રહે અને લોકઉપયોગી કાર્યો થતાં રહે એવી નેમ તેમણે વ્યક્ત કરી હતી. ગઢશીશાના અંબેધામના ચંદુમાએ આશિર્વચન પાઠવ્યાં હતાં.રાજસ્થાનથી દિક્ષાર્થી પરિવારોની સાથે-સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદ છેડા, તા.પં. પ્રમુખ ગંગાબેન સેંગાણી, સરપંચ ભાઈલાલ છાભૈયા, દાનવીર ભવાનજી હરિયા, સુંદરજી શાહ તેમજ 52-42 ગામોના સકળસંઘના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશનજી દેઢિયા, નવીન દેઢિયા, પ્રફુલ્લ દેઢિયા, જીગ્નેશ દેઢિયા, પ્રેમચંદ દેઢિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

X
Gadhshisha - ગઢશીશામાં જૈનાચાર્યના જન્મોત્સવની ઉજવણી થઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App