Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gadhshisha » ગઢશીશામાં વારંવાર થતો ટ્રાફિક માથાના દુખાવા સમાન

ગઢશીશામાં વારંવાર થતો ટ્રાફિક માથાના દુખાવા સમાન

Divyabhaskar.com | Updated - Aug 06, 2018, 02:55 AM

વાહનોની અવર-જવર વધતા હેરાનગતી

  • ગઢશીશામાં વારંવાર થતો ટ્રાફિક માથાના દુખાવા સમાન
    ગઢસીસામાં અવાર નવાર ટ્રાફિક જામ થતા ખુબજ સમસ્યા સર્જાય છે. ગઢસીસા ગામમાં દિવસા દિવસ વાહનની અવર જવર વધતા દરરોજ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. તાલુકા બનવાને લાયક માંડવી તાલુકાનાં સૌથી મોટા ગામ ગઢસીસા 40 જેટલા ગામનું સેન્ટર બની જવા પામ્યું છે. લોકો વેપાર માટે કે હોસ્પિટલનાં કામે ગઢસીસા આવતાં હોય છે. તેમજ ગઢસીસામાં સુપ્રસિદ્ધ યાત્રાધામો પણ આવેલા છે ત્યારે અહી વાહનોનાં ટ્રાફિકનાં લીધે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ગઢસીસામાં આવેલા મેઈન રોડ, બસ સ્ટેન્ડ, બેન્ક વિસ્તાર જેવા લોકોથી ભરચક વિસ્તારમાં લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા અન્ય વાહનચાલકોને ખૂબ જ તકલીફ થાય છે તેવું લોકોએ જણાવ્યું હતું. આ બાબતે તંત્રએ આ સમસ્યાનો તુરંત જ હલ કરવો જોઈએ એવો ગામલોકોનો આગ્રહ જોવા મળ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending