ગઢશીશા |ગઢશીશામાં સમગ્ર જૈન સમાજના આચાર્ય સાહેબ ગુણોદય સાગરજી મ.સા.નો 87મો જન્મોત્સવ રજતતુલા સાથે ઉજવાશે. તા.23/9 રવિવારે સવારે 9 કલાકે યોજાયેલા મહોત્સવમાં સમગ્ર કચ્છના તેમજ જૈન સમાજના મુંબઈ વસતા શ્રાવકો ઉમટશે. દરરોજ બાવન બેતાલા ગામોના સંઘો ભક્તિભાવ સાથે આચાર્યના દર્શનાર્થે તેમજ ધાર્મિક વ્યાખ્યાનનું રસપાન કરી રહ્યા છે. સમગ્ર ગઢશીશા ગામના તમામ સમાજના લોકો પણ ભક્તિપાન કરી રહ્યા છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદ છેડા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા તેમજ અન્ય રાજકીય-સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.