તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબુ કે પીટર | તિરુઅનંતપુરમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબુ કે પીટર | તિરુઅનંતપુરમ

કેરળમાં રવિવારે વરસાદ અટકી ગયો. પાણી પણ નીચે ઉતર્યું છે પરંતુ રાહતની શક્યતા હજુ ઓછી છે. તમામ 14 જિલ્લા પાણીમાં ડૂબેલા છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, કેરળ પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ વગેરે તમામ એજન્સીઓ બચાવની કામગીરીમાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે રાજ્યના માછીમારો સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

માછીમારોને અહીં સન ઓફ ધ સી એટલે કે સમુદ્રના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. પાણી દ્વારા રોજી કમાતા માછીમારો હવે પાણીમાંથી જિંદગી બચાવી રહ્યા છે. તિરુઅનંતપુરમ, કોલ્લમ, એરનાકુલમ અને અલાપુઝાના માછીમારોએ બચાવની કામગીરીનું નવું મોડલ તૈયાર કર્યું છે. અહીં માછીમારોની એક સંસ્થા છે- કેરળ સ્વતંત્ર મલસયાથોઝીલાલી ફેડરેશન. ફેડરેશને અનેક સ્થળે પ્રાદેશિક કેન્દ્રો બનાવ્યા છે. દરેક કેન્દ્ર સાથે માછીમારીઓની ટુકડી જોડવામાં આવી છે. તેમને નાના નાના વિસ્તારો પર નજર રાખવાનું કહેવાયું છે. ...અનુસંધાન પાના નં.9માછીમારોની આ ટુકડી એવા વિસ્તારોમાં કામ કરે છે કે જ્યાં સરકારી એજન્સીઓને પહોંચવાનું મુશ્કેલ હોય. આ સ્થાનિક માછીમારો છે. તેઓ દરેક ગલીકુચીથી વાકેફ છે. પોતાની નાની હોડી દ્વારા ઝડપથી અંદરના વિસ્તારોમાં મદદ માટે પહોંચી જાય છે. 10 દિવસથી ઓપરેશન ચાલી રહ્યું છે. માછીમારો ગરીબ છે, હોડી તેમની છે, વહીવટી તંત્ર પાસે તેમણેે માત્ર ડીઝલ માગ્યું છે. લોકો જ્યારે તેમનો આભાર માને ત્યારે તેમનો એક જ જવાબ હોય છે- અમે પાણીના જ લોકો છીએ. અમારો આભાર શું માનવાનો.

આવો જ અનોખો પ્રયાસ તિરુઅનંતપુરમના એન્જિનીયરીંગ વિદ્યાર્થીઓનો છે. વીજળીની તંગીને કારણે મોબાઈલ પણ ચાર્જ થતો નથી. વિદ્યાર્થીએ ડેટા કેબલ અને 4 બેટરી ભેગી કરીને હંગામી પાવર બેન્ક બનાવી છે અને રાહત કેમ્પમાં જઈને તેનું વિતરણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...