તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • પહેલવાન બજરંગે કરી શુભ શરૂઆત, સુશીલ પહેલા રાઉન્ડમાં જ આઉટ

પહેલવાન બજરંગે કરી શુભ શરૂઆત, સુશીલ પહેલા રાઉન્ડમાં જ આઉટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના પહેલવાન બજરંગ પુનિયાએ તેના નામ મુજબ ચમત્કારિક દેખાવ કરતા 18મી એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. બજરંગે કુશ્તીના 65 કિલો ફ્રી-સ્ટાઈલ વજન વર્ગની ફાઈનલમાં જાપાનના દાઈચી તાકાતાનીને 11-8થી હરાવીને એશિયન ગેમ્સમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો. બજરંગે ચાર વર્ષ પહેલા ઈંચિયોન એશિયન ગેમ્સમાં 61 કિલો વર્ગમાં સિલ્વલ જીત્યો હતો.

ભારતના પાંચ ફ્રી-સ્ટાઈલ પહેલવાન પહેલા દિવસે 57, 65, 74, 86 અને 97 કિલો વજનના વર્ગમાં ઉતર્યા. સુશિલ કુમાર (74) ક્વોલિફિકેશનમાં, સંદીપ (57) અને મૌસમ ખત્રી (97) ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા. તેમને હરાવનારા પહેલવાન ફાઈનલમાં પહોંચી શક્યા નહીં.86 કિલો વજન વર્ગમાં પવન કુમારે કંબોડિયાના વૂતિ હેંગને 8-0થી હરાવ્યા. પરંતુ ક્વાર્ટરફાઈનલમાં તેમને ઈરાનના હસન યઝદાન સામે 0-11થી પરાજયનો સામનો કરવો પડ્યો. યઝદાનના ફાઈનલમાં પહોંચવાના કારણે પવનને રેપચેઝમાંઉતરવાની તક મળી. બજરંગને સીધા પ્રી-ક્વાર્ટફાઈનલમાં પ્રવેશ મળ્યો.

ક્વોલિફિકેશનમાં સુશીલ લીડ મેળવ્યા બાદ હાર્યો
બજરંગ પુનિયાએ જાપાનના દાઈચિ તાકાતાને હરાવી પહેલો ગોલ્ડ જીત્યો.

બે વારના ઓલિમ્પિક મેડાલિસ્ટ પહેલવાન સુશીલ કુમારનું મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. સુશીલને 74 કિગ્રા ફ્રી સ્ટાઈલના ક્વોલિફિકેશનમાં બહેરીનના એડમ બાતીરોવથી 3-5નો સામનો કરવો પડ્યો. સુશીલે પહેલા રાઉન્ડમાં 2-1ની લીડ મેળવી હતી પણ એડમે બીજા રાઉન્ડમાં સુશીલનો પગ પકડી લીધો જેનાથી ભારતીય પહેલવાન બે પોઈન્ટ ગુમાવી 2-3થી પાછળ થઈ ગયો.

બાસ્કેટબોલ : મહિલા ટીમની સતત બીજી હાર
ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમને રવિવારે તાઈપેએ 84-61થી હરાવી. ભારતીય ટીમ પ્રથમ મેચમાં કઝાકિસ્તાનથી 61-79થી હારી.

કુશ્તી : 65 કિલોની ફાઈનલમાં જાપાનના દાઈચીને હરાવ્યા
શૂટિંગ : અપૂર્વી-રવિ બ્રોન્ઝ મેડલ જીત્યા
ભારતીય શૂટર અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ 18મી એશિયન ગેમ્સમાં રવિવારે 10 મી એર રાઈફલ મિક્સ્ડ ઈવેન્ટમાં 429.9નો સ્કોર કરી બ્રોન્ઝ મેડલ સાથે ભારતનું ખાતુ ખોલી દીધું. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ મનુ ભાકર અને અભિષેક વર્માની જોડીએ 10 મી એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ક્વોલિફિકેશનમાં જ બહાર થવું પડ્યું. પુરુષ અને મહિલા ટ્રેપ ઈવેન્ટમાં ભારતીય શૂટરોનું પ્રદર્શન સારું રહ્યું અને ભારતના ચાર શૂટર મેડલની સ્પર્ધામાં છે. ટ્રેપ ઈવેન્ટના ક્લોલિફિકેશનના પહેલા દિવસે અનુભવી માનવજિતસિંહ સંધુ પુરુષ વર્ગમાં 72 પોઈન્ટ સાથે ટોચ પર અને લક્ષ્ય 71 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

હોકી : ભારતીય મહિલા ટીમે ઈન્ડોનેશિયાને 8-0થી હરાવ્યું
ભારતીય મહિલા હોકી ટીમે યજમાન ઈન્ડોનેશિયાને 8-0થી હરાવ્યું. ભારત તરફથી ગુરજીત કૌરે હેટ્રીક કરી. ભારતીય ટીમે હાફ ટાઈમ સુધીમાં 6-0ની લીડ મેળવી લીધી હતી. દિવસની અન્ય મેચોમાં જાપાને તાઈપેને 11-0થી, મલેશિયાએ હોંગકોંગને 8-0થી હરાવ્યા.

વોલીબોલ : મહિલા ટીમ કોરિયાથી હારી
મહિલા વોલિબોલમાં ભારતે કોરિયાના હાથે 0-3થી હારનો સામનો કરવો પડ્યો. કોરિયા 25-17, 25-11, 25-13થી જીત્યું.

અન્ય સમાચારો પણ છે...