તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિયત થકી થતાં રોગનું પ્રમાણ ઘટાડવા આટલું કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પપૈયાના પાકમાં થડનો કહોવારો અને લીંબુમાં ગુંદરિયાનો રોગ પિયતના પાણીથી પ્રસરે છે. પિયતનું પાણી જા સીધું થડના સંપર્કમાં આવે તો ખેતરમાં રોગ ઝડપથી ફેલાય છે. આથી પાણી સીધુ થડના સંપર્કમાં ના આવે તે માટે થડની ફરતે માટી ચઢાવવાની અથવા ડબલ ખામણા પદ્ધતિથી પિયત આપવાની સલાહ ર્ડા. કોરાટ આપે છે. ડુંગળી અને લસણના પાકમાં કંદના સડાનો રોગ પિયતના પાણી મારફતે ફેલાય છે.

દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈનો રોગ જાવા મળે છે. ખાસ કરીને જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં આ રોગનું પ્રમાણ વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે. તમાકુમાં ચિતરી(મૂળખાઈ)ના રોગમાં પિયતનું પાણી ખેંચાતુ આપવામાં આવે છે. ઓતરા-ચિતરાના તાપ દરમ્યાન એકાદ હળવું પિયત આપવાથી રોગ કાબૂમાં આવે છે. કેટલાક કિસ્સામાં છોડ/ઝાડ પર જ ફળ ફાટી જતા હોય છે. આ કોઈ રોગ નથી. પરંતુ ફળની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપને લીધે આવું થાય છે. સીતાફળ, તડબૂચ અને શક્કરટેટીના ફળમાં આવું બને છે. છોડ/ઝાડને લાંબા સમય સુધી પિયત આપેલ ન હોવાથી પાણીની ખેંચ પડે અને એકદમ વધારે પડતું પિયત અપાય તો ફળો ફાટી જવાની સંભાવના રહે છે. તેથી આવા પાકોમાં ફળ બેસવાની શરૂઆત થાય તે પછી જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહે તે પ્રમાણે નિયમિત ગાળે પુરતું પિયત આપતા આ બધાં દાખલાઓ પરથી ખ્યાલ આવશે કે પાણીનો યોગ્ય અને સમુચિત ઉપયોગ કરવો જાઈએ.

વૈજ્ઞાનિક સલાહ
અન્ય સમાચારો પણ છે...