તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • રેલવેનાં સીઝન પાસને લોકલ ટ્રેનમાં ચલાવવાનો નિર્ણય, રોષ

રેલવેનાં સીઝન પાસને લોકલ ટ્રેનમાં ચલાવવાનો નિર્ણય, રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે દ્વારા એકાએક સીઝન પાસને માત્ર લોકલ ટ્રેનમાં જ ચલાવવાનો નિર્ણય લેવાતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે. સોરઠ રેલવે હિતરક્ષક સમિતી દ્વારા રજુઆત કરાઇ છે. અપડાઉન કરતાં મુસાફરો સીઝન પાસ કઢાવતાં હોય છે. પરંતુ થોડા દિવસ પહેલા તંત્રએ પરિપત્ર જાહેર કરી આ પાસ માત્ર લોકલ ટ્રેનમાં જ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં સોમનાથ - જબલપુર, જબલપુર - સોમનાથ ટ્રેનમાં જ પાસ માન્ય રહેશે અને રાત્રે 9.30 કલાકે વેરાવળથી ઉપડતી સોમનાથ મેલમાં થોડા સમય પહેલા પાસ બંધ કરી દીધા હતાં અને બપોરે 1.36 કલાકે વેરાવળથી ઉપડતી લોકલ ટ્રેનમાં સોમનાથ મેલનાં ડબ્બા જોડી લીંકઅપ ટ્રેન કરાઇ હતી. જેમાં લોકલ ભાડામાં મુસાફરી થતી હતી. તેમાં પણ સ્ટોપ કાયમી સ્પીડનો કોઇ ફેરફાર કર્યા વિના જ આ ટ્રેનને સુપરફાસ્ટ જાહેર કરી દીધી છે. જેથી માળિયાનાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહયો છે અને સોરઠ રેલવે હિતરક્ષક સમિતીનાં મહેન્દ્રભાઇ ગાંધીએ ડીઆરએમને રજુઆત કરી છે. જો યોગ્ય નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...