સંબંધો જ ગરીબ લોકો માટે સંપત્તિ સમાન છે

ણય કુરહદકર 24 વર્ષનો છે અને નાગપુરના સીતાબુલ્દી ખાતે આવેલા શિવમ મોલમાં સેલ્સમેન છે. આ જગ્યા મારા ઘરની ખૂબ નજીક છે,...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
સંબંધો જ ગરીબ લોકો માટે સંપત્તિ સમાન છે
ણય કુરહદકર 24 વર્ષનો છે અને નાગપુરના સીતાબુલ્દી ખાતે આવેલા શિવમ મોલમાં સેલ્સમેન છે. આ જગ્યા મારા ઘરની ખૂબ નજીક છે, જ્યાં મેં મારો સ્કૂલ ટાઈમ વિતાવ્યો છે. પ્રણય એક મહેનતુ અને પ્રામાણિક કર્મચારી છે, જેની પાસે પૈસા ઓછા પરંતુ, શુભચિંતકો ઘણા બધા છે. પરંતુ, કેટલીક બાબતો પૈસા વિના પાર થતી નથી જેમ કે, બીમારી. દુર્ભાગ્યવશ પ્રણયને એક મહિના પહેલા હેપેટાઇટિસ થયો હતો અને એક આયુર્વેદિક ફિઝિશિયને તેમનો ઈલાજ કર્યો. પરંતુ, આ વર્ષે 28મી જુલાઈએ તેમને પેટમાં દુઃખાવો ઉપડ્યો અને ઉલ્ટીઓ થવા લાગી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં નિદાન થયું કે, તેમનું લિવર નકામું થઇ ગયું છે.

ગયા શુક્રવારે પ્રણયની હાલત વધુ ખરાબ થઇ ગઈ અને તત્કાળ તેને ન્યુ એરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડૉક્ટર્સે કહ્યું કે, લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર સમાધાન છે.પિતાની ઉંમર વધુ હતી અને માતા સાથે બ્લડગ્રુપ મેચ ન થવાથી તેની એક બહેન 21 વર્ષની નિકિતા પોતાનું લિવર આપવા તૈયાર થઇ ગઈ. પરંતુ, અહીં તેમની મુસીબતોનો અંત આવવાનો ન હતો.

સારવાર માટે લગભગ 25 લાખ રૂપિયાની જરૂર હતી અને સર્જરી કરવા માટે બે દિવસમાં ઓછામાં ઓછા દસ લાખ જમા કરાવવા પડે તેમ હતું. પ્રણયના માતા-પિતા સ્થાનિક ભોજનાલયોમાં કુક તરીકે કામ કરતા અને તેમને મળતા વેતનથી તેઓ ટ્રાન્સપ્લાન્ટનું સપનું પણ જોઈ શકે તેમ ન હતા. પરંતુ, તેમના શુભચિંતકો-મિત્રો, સબંધીઓ અને સાથીઓએ ગયા રવિવારે અનોખો ઉત્સાહ દર્શાવ્યો, જે જોગાનુજોગ ફ્રેન્ડશીપ દે હતો. તેમણે માત્ર 48 કલાકમાં 10 લાખ રૂપિયા ભેગા કરી લીધા અને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રણયને મોટી મદદ મળી. એક તરફ પ્રણય અને તેમને લિવર આપનારી તેમની બહેન હોસ્પિટલમાં સ્વસ્થ થઇ રહ્યાં છે ત્યારે તેમના મિત્રોએ આ પૈસા ભેગા કરવાનું અભિયાન મૂક્યું નથી, કેમ કે, સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા સુધી લાંબી સફર છે. બ્રેઈન ડેડ વ્યક્તિની ડોનેશન સર્જરીની તુલનામાં લાઈવ ડોનેશન અને ખાસ કરીને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની પ્રક્રિયાને કોઓર્ડીનેટ કરી રહેલા ડૉક્ટર્સ માટે ઘણી પડકારજનક હોય છે.

ફંડા એ છે કે, ગરીબો પાસે ભલે પૈસા ન હોય, પરંતુ હકીકત એ છે કે, આપણે જે પૈસા લોકરમાં સાચવીને રાખીએ છીએ તે તેમની સમૃદ્ધિ નથી, તેમની આસપાસના લોકો છે.

પ્ર

મેનેજમેન્ટ ફંડા

X
સંબંધો જ ગરીબ લોકો માટે સંપત્તિ સમાન છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App