• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • મંજૂરી વિના ફાજલ કેમ્પ યોજવા ડીઇઓનું આયોજન શંકાસ્પદ

મંજૂરી વિના ફાજલ કેમ્પ યોજવા ડીઇઓનું આયોજન શંકાસ્પદ

રાજકોટ જિલ્લાની 10 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલની વર્ગ ઘટાડાની અને શિક્ષક ફાજલ થતા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
મંજૂરી વિના ફાજલ કેમ્પ યોજવા ડીઇઓનું આયોજન શંકાસ્પદ
રાજકોટ જિલ્લાની 10 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલની વર્ગ ઘટાડાની અને શિક્ષક ફાજલ થતા હોવાની દરખાસ્ત બાકી હોવા છતાં જિલ્લા શિક્ષણાધિકારીએ કમિશનર ઓફ સ્કૂલની પૂર્વ મંજૂરી વગર ફાજલનો કેમ્પ યોજવાનો શંકાસ્પદ નિર્ણય કરતા રાજકોટ જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘે ડીઇઓની ગેરહાજરીમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના મંત્રી લીલાભાઇ કડછાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો કોઇ જિલ્લામાં ફાજલનો કેમ્પ યોજવો હોય તો ડીઇઓએ કમિશનર ઓફ સ્કૂલની મંજૂરી લેવી ફરજિયાત છે તે વગર કેમ્પ યોજી શકાય નહીં. હાલમાં અમુક સ્કૂલની ફાજલની દરખાસ્ત બાકી છે આથી જો અત્યારે ફાજલનો કેમ્પ યોજવામાં આવે તો તેમાં ફાજલ થનારા શિક્ષકોને સિનિયોરિટીનો પ્રશ્ન થાય.

એવી રજૂઆત કરી છે કે, જિલ્લા શિક્ષણાધિકારીએ 7 ઓગસ્ટના વર્ગ ઘટાડાની દરખાસ્તના પત્રથી પાંચ દિવસમાં સ્કૂલો પાસે દરખાસ્ત મગાવી છે, પરંતુ 11 અને 12 ઓગસ્ટના શનિવાર અને રવિવારના બે દિવસની રજા આવે છે અને 13મીએ ફાજલનો કેમ્પ છે ત્યારે શાળાઓ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરે અને તેના શિક્ષકો ફાજલ થાય તો સંભવ છે કે આ શિક્ષકોનો સમાવેશ 13 ઓગસ્ટના કેમ્પમાં થઇ શકે નહીં. આથી 13 ઓગસ્ટનો કેમ્પ મહિનાના અંતમાં રખાય તો વર્ગ ઘટાડાની દરખાસ્તો અન્વયે ફાજલ થનારા શિક્ષકોનો પણ કેમ્પમાં સમાવેશ કરી શકાય.

X
મંજૂરી વિના ફાજલ કેમ્પ યોજવા ડીઇઓનું આયોજન શંકાસ્પદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App