Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Div » 28 વર્ષ પૂર્વે મગેલન અંતરીક્ષ યાન શુક્ર પર ગયું હતું, ત્યાં તેણે મેપિંગનું કામ કર્યુ હતું

28 વર્ષ પૂર્વે મગેલન અંતરીક્ષ યાન શુક્ર પર ગયું હતું, ત્યાં તેણે મેપિંગનું કામ કર્યુ હતું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:40 AM

1990- આજના દિવસે મગેલન અંતરીક્ષ યાન શુક્ર ગ્રહ પર પહોંચ્યું હતું. શુક્ર સુધી પહોંચવા માટે યાને 15 મહિનાની લાંબી યાત્રા...

  • 28 વર્ષ પૂર્વે મગેલન અંતરીક્ષ યાન શુક્ર પર ગયું હતું, ત્યાં તેણે મેપિંગનું કામ કર્યુ હતું
    1990- આજના દિવસે મગેલન અંતરીક્ષ યાન શુક્ર ગ્રહ પર પહોંચ્યું હતું. શુક્ર સુધી પહોંચવા માટે યાને 15 મહિનાની લાંબી યાત્રા કરી હતી. શુક્ર પર ઉતરતાં જ થોડી વાર માટે તેનો સંપર્ક કેલિફોર્નિયા સ્થિત સંચાલન કેન્દ્ર સાથે તૂટી ગયો હતો. વિજ્ઞાનીઓને આશા હતી કે મગેલન પૃથ્વીથી સૌથી નજીક ગ્રહ વિશે અનેક રહસ્યોનો ખુલાસો કરશે. જોકે એવું પણ મનાય છે કે શુક્ર પર જીવનના કોઈ સંકેત નથી કેમ કે તેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ભરેલો છે. તેને ઘેરી રાખતાં પીળાં વાદળ સલ્ફ્યુરિક એસિડ છે અને સપાટી એટલી ગરમ છે કે કાચ પણ પીગળી જાય. વિજ્ઞાનીઓ એ જાણવા માગતા હતા કે ત્યાં તાપમાન આટલું ગરમ હોવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ તો નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending