• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • દિલ્હીના CM કેજરીવાલ 1 દિવસમાં 75 હજાર રૂપિયાનું ભોજન ખાઇ ગયા

દિલ્હીના CM કેજરીવાલ 1 દિવસમાં 75 હજાર રૂપિયાનું ભોજન ખાઇ ગયા

આરટીઆઇ અરજીના જવાબમાં થયેલો ખુલાસો કુમારસ્વામીના 7 મિનિટના શપથગ્રહણ પાછળ 42 લાખનો ખર્ચ!

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:40 AM
દિલ્હીના CM કેજરીવાલ 1 દિવસમાં 75 હજાર રૂપિયાનું ભોજન ખાઇ ગયા
કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં આવેલા મુખ્યમંત્રીઓના રહેવા-જમવાના બિલ પર રાજકારણ થઇ રહ્યું છે. ટ્વિટર પર #DarubaazKejri નામથી ટ્રેન્ડ ચલાવાઇ રહ્યો છે, જેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વિપક્ષોના સોશિયલ મીડિયા ધુરંધરો ટ્રોલ કરી રહ્યા છે. કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહેલા નેતાઓના ખર્ચના આંકડા સાંભળીને પગ તળેથી જમીન સરકી શકે છે. ગણતરીના કલાકોના કાર્યક્રમ માટે ‘જનતાના સેવકો’એ લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો. આરટીઆઇ એક્ટ હેઠળ કરાયેલી એક અરજીના જવાબમાં આ ખુલાસો થયો છે, જે મુજબ કર્ણાટક સરકારે કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહ પાછળ 42 લાખ રૂ. ખર્ચ કર્યા હતા. કેજરીવાલે અહીંની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં 23 મેએ સવારે 9.49 વાગ્યે ચેક-ઇન કર્યું અને 24 મેએ સવારે 5.34 વાગ્યે ચેકઆઉટ કર્યું. હોટલમાં તેમના ભોજન, ચા-નાસ્તાનું કુલ 76,025 રૂ. બિલ આવ્યું જ્યારે તેમનું કુલ બિલ 1,85,287 રૂપિયા આવ્યું.

ચંદ્રાબાબુનું સૌથી વધુ 8.72 લાખનું બિલ

અગાઉ 13 મે, 2013ના રોજ સિદ્ધારમૈયાના અને 17 મે, 2018ના રોજ બી. એસ. યેદ્દિયુરપ્પાના શપથગ્રહણ દરમિયાન મહેમાનોનો ખર્ચ રાજ્ય સરકારે નહોતો ઊઠાવ્યો. કુમારસ્વામીના શપથગ્રહણમાં 42 મોટા નેતાઓને આમંત્રિત કરાયા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ પાછળ સૌથી વધુ 8,72,485 રૂ.નો ખર્ચ કરાયો.

X
દિલ્હીના CM કેજરીવાલ 1 દિવસમાં 75 હજાર રૂપિયાનું ભોજન ખાઇ ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App