• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • જિલ્લાકક્ષાનાં સ્વાતંત્રય દિનની થશે માંગરોળમાં ઉજવણી, લોકો અજાણ

જિલ્લાકક્ષાનાં સ્વાતંત્રય દિનની થશે માંગરોળમાં ઉજવણી, લોકો અજાણ

પ્રચાર-પ્રસારનો અભાવ, અગ્રણીએ સીએમને કરી રજુઆત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:40 AM
જિલ્લાકક્ષાનાં સ્વાતંત્રય દિનની થશે માંગરોળમાં ઉજવણી, લોકો અજાણ
આગામી ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માંગરોળ ખાતે થનાર છે. આ આયોજનને આડે માત્ર સાત દિવસ જ બાકી છે, પરંતુ પ્રચાર પ્રસારના અભાવે શહેર કે તાલુકાની પ્રજાને આ બાબતની કોઈ જાણકારી જ નથી. ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઈ પરમારે તંત્રની ઉદાસીનતાને લીધે ફકત કાગળ પર આયોજન ન બની રહે તે માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવી સુચારુ આયોજન કરવા માંગ કરી છે.

આ માટે પ્રજા, રાજકીય તથા સામાજીક સંસ્થાના હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનો, સરપંચો, વેપારી મંડળ, વિવિધ સમાજના પટેલ સહિતનાઓની યાદી તૈયાર કરી આ કાર્યક્રમમાં ઊજવણીમાં સહભાગી બનાવવા સમયસર આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે. વધુ લોકો આયોજનમાં જોડાય તે માટે સૂચનો અને સહકાર મેળવવા અધિકારીઓની હાજરીમાં મીટિંગો યોજાય છે. ભૂતકાળમાં આવી કાર્યવાહી કરી જિલ્લા કક્ષાના કાર્યક્રમો સફળ બનાવાયા છે. પરંતુ આ વખતે ગમે તે કારણોસર આગેવાનો, સરપંચો, જૂદા જુદા સમાજને દૂર રખાયા છે. પરિણામે પ્રજાલક્ષી કાર્યકમને બદલે સરકારી તાયફો બની રહે તેવો આક્ષેપ કરાયો છે. ગ્રામ્ય કક્ષા સુધી જરૂરી બેનરો, પોસ્ટરો લગાવવા, પ્રજાને આ કાર્યક્રમથી પરિચિત કરવા તેમજ તંત્રને કામે લગાડવા માંગ કરી છે.

X
જિલ્લાકક્ષાનાં સ્વાતંત્રય દિનની થશે માંગરોળમાં ઉજવણી, લોકો અજાણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App