• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન હવે જનઔષધિ કેન્દ્રો પર વેચાશે

બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન હવે જનઔષધિ કેન્દ્રો પર વેચાશે

સરકારે મહિલા દિવસે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો પર સસ્તા ભાવે ઓક્સો બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ આપવાની જાહેરાત...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:40 AM
બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન હવે જનઔષધિ કેન્દ્રો પર વેચાશે
સરકારે મહિલા દિવસે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો પર સસ્તા ભાવે ઓક્સો બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ આપવાની જાહેરાત કરી છે.

પેડ વાપરવા બાબતે મહિલાઓનો મત એવો હતો કે એક સેનેટરી પેડનો ભાવ 8 થી 10 રૂપિયા જેવો થતો હોય છે. જેને કારણે મહિલાઓ કાપડ વાપરવું હિતાવહ સમજે છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓ પોતાની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપી શકે તે માટે મહિલા દિવસે સસ્તા અને ઈકોફ્રેન્ડલી પેડ આપવાની જાહેરાત કરી હતી. આ પેડ માત્ર 2.5 રૂપિયામાં એટલે કે 4 પેડનું એક પેકેટ માત્ર 10 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પેડની ખાસ બાબત એ છે કે તે ઓક્સો બાયોડિગ્રેડેબલ છે એનો મતલબ કે તેનો એકવાર ઉપયોગ થઇ જાય એટલે તે થોડા જ દિવસોમાં ઓગળી જાય છે. જે તેને ઈકોફ્રેન્ડલી બનાવે છે. પેડને જનઔષધિ સુવિધા નામ આપવામાં આવ્યું છે અને હાલ રાજકોટમાં અમુક જનઔષધિ કેન્દ્રોમાં તેનો સ્ટોક આવ્યો છે.

X
બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન હવે જનઔષધિ કેન્દ્રો પર વેચાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App