પત્નીનો પક્ષ સાંભળી આરોપી પતિને જામીન મળી શકશે

ત્રણ તલાક બિલમાં સુધારો કયા ત્રણ સુધારા કરાયા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:40 AM
પત્નીનો પક્ષ સાંભળી આરોપી પતિને જામીન મળી શકશે
મુસ્લિમોમાં એક સાથે ત્રણ તલાકની પ્રથાને ગેરકાયદેસર બનાવવા માટેના બિલમાં કેન્દ્ર સરકારે ત્રણ સુધારા કરી દીધા. કાયદો બન્યા પછી દુરુપયોગની આશંકા ખતમ કરવા માટે જામીનની જોગવાઇનો તેમાં સમાવેશ કરાયો.

આજે કેન્દ્રીય કેબિનેટે મુસ્લિમ મહિલા ( લગ્ન અધિકાર સંરક્ષણ ) બિલમાં ત્રણ સુધારાને મંજૂરી આપી દીધી. આ બિલ પહેલાં લોકસભામાં પસાર થઇ ગયું છે. જ્યારે શુક્રવારે

...અનુસંધાન પાના નં. 4

ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. બિલ રાજ્યસભામાં પસાર થઇ ગયા બાદ સુધારા અંગે મંજૂરી લેવા ફરીથી લોકસભામાં રજૂ કરાશે. કોંગ્રેસ બિલમાં જામીનની જોગવાઇ ઇચ્છતી જ હતી. જોકે કેન્દ્રએ કહ્યું કે આવું કોઇના દબાણથી કર્યું નથી.

જામીનની જોગવાઇ છતાં ગુનો બિનજામીનપાત્ર ગણાશે

કાયદામંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ બિલ પર પ્રસ્તાવિત કાયદો બિનજામીનપાત્ર જ રહેશે. જોકે આરોપી પતિ ટ્રાયલ શરૂ થતાં પહેલાં મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન માટે અરજી કરી શકશે. એટલે કે પોલીસ મથકમાં જામીન મળી શકશે નહીં.

1. મેજિસ્ટ્રેટ પત્નીનો પક્ષ સાંભળી પતિને જામીન આપી શકશે. જોકે તે જોગવાઇઓ મુજબ ભરણપોષણ આપશે તો જ તેને જામીન મળી શકશે.

2. પીડિત મહિલા કે તેના અંગત સંંબંધીની ફરિયાદ પર જ એફઆઇઆર નોંધાશે. પાડોશી કે અન્ય કોઇએ એફઆઇઆર નોંધાવાનો ડર રહેશે નહીં.

3. ગુનો કમ્પાઉન્ડેબલ એટલે કે પતિ કે પત્ની બંનેમાંથી કોઇ પણ પક્ષ કેસ પરત લેવા સ્વતંત્ર રહેશે.

X
પત્નીનો પક્ષ સાંભળી આરોપી પતિને જામીન મળી શકશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App