બધાને અનામત જોઇએ છે, પણ બંધારણમાં ફેરફાર નહીં

ખેડબ્રહ્મામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાફ વાત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:40 AM
બધાને અનામત જોઇએ છે, પણ બંધારણમાં ફેરફાર નહીં
9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઊજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામત મુદ્દે કહ્યુ હતું કે, બધાને અનામત જોઇએ છે પરંતુ બંધારણ નક્કી છે તેમાં આદીવાસી સમાજ સહિત કોઇ પણ સમાજની ટકાવારીમાં કોઇ ફેર નહી થાય.

ખેડબ્રહ્માની આરડેકતા ઇન્સ્ટીટ્યુટ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમમાં નીતિનભાઇએ જણાવ્યું કે, આદિવાસી સમાજે આજે પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે આદિવાસી સમાજ ખમીરવંતો છે ભૂતકાળમાં શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને ધંધા રોજગાર મળતા ન હતાં પરંતુ ભાજપ સરકાર આવી ત્યારથી આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર એન્જિનીયર બની રહ્યા છે. અમે ખાલી ભાષણ કરતા નથી કહીએ તે કરીએ છીએ. અત્યારે બધાને અનામત જોઇએ છે પરંતુ આદીવાસી સમાજ સહિત કોઇપણ સમાજની અનામતની ટકાવારીમાં કોઇ ફેરફાર નહીં થાય.

રાજપીપળામાં 100 કરોડનું આદિવાસી મ્યુઝિયમ બનશે : CM

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂા.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્‍યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્‍તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્‍કૃતિનું જનત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપી હતી.

X
બધાને અનામત જોઇએ છે, પણ બંધારણમાં ફેરફાર નહીં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App