Home » Gujarat » Junagadh Jilla » Div » 16 દિવસનું બાળક ગુમ થયા બાદ ઘરના જ ટાંકામાંથી લાશ મળી

16 દિવસનું બાળક ગુમ થયા બાદ ઘરના જ ટાંકામાંથી લાશ મળી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:40 AM

ચકચાર | ભાવનગરના કુ઼ં઼ભારવાડા વિસ્તારમાં બનેલી ઘટના ભિક્ષાવૃતી માટે આવેલા સાધુ પર પરિવારજનોને શંકા

  • 16 દિવસનું બાળક ગુમ થયા બાદ ઘરના જ ટાંકામાંથી લાશ મળી
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આજે સવારે એક મકાનનાં રૂમમાં પારણામાં સુતેલા 16 દિવસનું બાળક ગુમ થતાં તેના પરિવારજનોએ આ વિસ્તારમાં ફરતા અને સાધુ જેવા દેખાતા બાવા સામે અંગુલી નીર્દેશ કરી દેકારો મચાવતા લોકોએ બાવાને પકડી પાડ્યા હતા. દરમ્યાનમાં બાળકની લાશ ઘરના ફળીયામાં આવેલ પાણીની કુંડીમાંથી મળી હતી. અનિલભાઇ દિનેશભાઇ પરમારનુ માત્ર 16 દિવસનું બાળક ગુમ થયું હતુ.જે અંગેની જાણ થતા પરવારમાં હડકંપ મચી ગયો હતો.અને પરિવારજનો તેમજ આડોસી પાડોસી સોૈ બાળકને ગોતવામાં પડી ગયા હતા. દરમ્યાન ભિક્ષા લઇ ગયેલા બાવાને લોકોએ તુલસી પાર્ક નજીકથી ઝડપી લીધા હતા. જોકે બાળકની લાશ તેના જ ઘરમા પાણીના ટાંકામાંથી મળી હતી.

    બાળકની લાશ મળી તે પાણીનો ટાંકો.

  • 16 દિવસનું બાળક ગુમ થયા બાદ ઘરના જ ટાંકામાંથી લાશ મળી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending