• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div - પંજાબના યમુનાનગરમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજા લાપતા

પંજાબના યમુનાનગરમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજા લાપતા

પંજાબના યમુનાનગરમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજા લાપતા થયાની ઘટના બની છે, જેને પોલીસ સજાતીય સંબંધોના એન્ગલથી...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:20 AM
Div - પંજાબના યમુનાનગરમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજા લાપતા

પંજાબના યમુનાનગરમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજા લાપતા થયાની ઘટના બની છે, જેને પોલીસ સજાતીય સંબંધોના એન્ગલથી જોઇ રહી છે. વરરાજા જે મિત્ર સાથે ગાયબ થયો છે તે 17 વર્ષ 9 મહિનાનો એટલે કે સગીર છે. બન્ને બે વર્ષથી મિત્રતા હતી. 25 વર્ષીય વરરાજાની પંજાબના મુબારકપુરની યુવતી સાથે 2 વર્ષ અગાઉ સગાઇ થઇ હતી. 11 સપ્ટેમ્બરે જાન જવાની હતી પણ મહિલા સંગીતના દિવસે વરરાજા સગીર મિત્ર સાથે ગાયબ થઇ ગયો. બન્નેના પરિવારજનો તેમની ચાલચલગત જોઇને તેમને પરિવારથી દૂર કરી રહ્યા હતા. વરરાજાની માતાએ જણાવ્યું કે તેમના દીકરાનો સગીર મિત્ર કેટલાક દિવસથી તેમના દીકરાના લગ્ન સામે વાંધો ઊઠાવી રહ્યો હતો. એક વાર ફોન પર તેણે લગ્ન ન કરવાની ધમકી પણ આપી હતી. બીજી તરફ તે સગીર મિત્રની માતાનું કહેવું છે કે તેમણે ગયા વર્ષે જ દીકરાને પરિવારમાંથી બેદખલ કર્યો હતો. બન્ને મિત્રો ઘણા મહિનાઓથી સાથે રહેતા હતા. તેઓ સગીર દીકરાને ટોકતા તો તે કહેતો કે- તમારી પણ બહેનપણીઓ છે જ ને? દરમિયાન, જાન ન પહોંચતાં યુવતીના સ્વજનો પોલીસ લઇને યુવકના ઘરે પહોંચ્યા. બન્ને પરિવારોમાં લગ્નની કંકોતરીઓ વહેંચવાથી માંડીને કેટરિંગ બુકિંગ સહિત તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી.

X
Div - પંજાબના યમુનાનગરમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજા લાપતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App