Home » Gujarat » Junagadh Jilla » Div » Div - આર્ટ ગેલેરીમાં 1 હજાર કલાકારો રજૂ કરશે કૃતિઓ

આર્ટ ગેલેરીમાં 1 હજાર કલાકારો રજૂ કરશે કૃતિઓ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:15 AM

Div News - 18 થી 20 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 સુધી પ્રદર્શન યોજાશે પ્રદર્શનમાં એકઠી થયેલી રકમ કેરાલા અસરગ્રસ્તોને...

  • Div - આર્ટ ગેલેરીમાં 1 હજાર કલાકારો રજૂ કરશે કૃતિઓ
    ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં આગામી તારીખ 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન કલા પ્રદર્શનનું આયોજન કરાયું છે. દરરોજ સવારે 10થી રાત્રીના 8 સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, અમરેલી, ભુજથી અંદાજિત 1 હજાર કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે. કલાકારોમાં ચિત્રકાર, શિલ્પકાર અને ફોટોગ્રાફર્સની વિવિધ સર્જનાત્મક કૃતિઓ આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરાશે. ત્રણ દિવસ સુધી યોજાનારા આ કલા પ્રદર્શનમાંથી જે રકમ એકઠી થશે તેને કેરાલાના અસરગ્રસ્તો માટે કેરાલા રાહત ફંડમાં જમા કરી દેવાશે. કુદરતી આફતથી વિપદામાં સપડાયેલા કેરાલાના અસરગ્રસ્તોને સહાયરૂપ થવાનાં ઉમદા હેતુથી રાજકોટ આર્ટ સોસાયટીનાં ઉપક્રમે આ આયોજન કરાયું છે.

    આ પ્રદર્શનનું ઉદ્દઘાટન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના હસ્તે 18મીને મંગળવારે સવારે 10 કલાકે કરવામાં આવશે. જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ ઉપસ્થિત રહેશે. આ કલા પ્રદર્શનમાં કલાકારોની આગવી મૌલિક કૃતિઓ વાજબી કિંમતે સામાન્ય જનતાના સંગ્રહમાં સ્થાન પામે તે હેતુથી વેચાણ કરાશે. વેચાણથી પ્રાપ્ત તમામ રકમ કેરાલા રાહત ફંડમાં જમા કરવામાં આવશે. શહેરની કલાપ્રિય જનતા, કલારસિકો તથા સંસ્થાઓને પૂરગ્રસ્તોને મદદરૂપ થવાના આ ભગીરથ કાર્યમાં સાથ આપવા તથા પ્રદર્શન નિહાળવા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ