Home » Gujarat » Junagadh Jilla » Div » Div - જમ્મુ સાથે જોડાયેલી પાક. સરહદે ભારતે ઈલેક્ટ્રોનિક દીવાલ બનાવી

જમ્મુ સાથે જોડાયેલી પાક. સરહદે ભારતે ઈલેક્ટ્રોનિક દીવાલ બનાવી

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:09 AM

સુરક્ષા | જમીન, સુરંગ, નદી અને આકાશ પર નવી દીવાલ નજર રાખશે

  • Div - જમ્મુ સાથે જોડાયેલી પાક. સરહદે ભારતે ઈલેક્ટ્રોનિક દીવાલ બનાવી
    ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદે ઈલેક્ટ્રોનિક દીવાલ ઊભી કરી દીધી છે. આ દીવાલ પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવશે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદના બે ભાગોમાં લગાવાઈ છે. એક અધિકારીએ કહ્યું કે દેશમાં આ પ્રકારની આ પ્રથમ હાઈ-ટેક સર્વેલન્સ સિસ્ટમ છે. તે જમીન, સુરંગ, નદી અને આકાશમાં થતી હરકતો પર એકસાથે નજર રાખી શકશે. આ ઈલેક્ટ્રોનિક બેરિયરને શત્રુઓ જોઈ નહીં શકે. તેનાથી બીએસએફને ઘૂસણખોરોને ઓળખવા અને મુશ્કેલ વિસ્તારોમાં ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે.

    ગૃહમંત્રી રાજનાથ સિંહ સોમવારે આ સિસ્ટમના બંને પ્રોજેક્ટ લોન્ચ કરશે. એક પ્રોજેક્ટ હેઠળ 5.5 કિમીની સીમા કવર થશે. આ સિસ્ટમને ક્રોમ્પિહેન્સિવ ઈન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ(સીઆઈબીએમએસ) નામ આપ્યું છે. ખરેખર ગત સાત વર્ષમાં ભારત-પાકિસ્તાન સરહદે આવી પાંચ સુરંગ મળી છે જ્યાંથી આતંકી ઘૂસણખોરી કરતા હતા. મનાય છે કે 2016માં આતંકીઓ આ સુરંગોથી આવ્યા હશે. 2016માં જ બીએસએફએ સરકાર સમક્ષ સીઆઈબીએમએસની માગણી કરી હતી.

    2900 કિમીની સરહદે લગાવવાનું લક્ષ્ય. એક કિમી માટે એક કરોડનો ખર્ચ. 130 ફેન્સિંગ વિનાની સરહદે લગાવાશે. 6 કિમી પર એક કન્ટ્રોલ રૂમ. 2 વર્ષમાં યોજના પૂરી કરવાનું લક્ષ્ય. 50 કંપનીઓ પ્રોજેક્ટમાં સામેલ થઈ શકે છે.

    સરહદે ભારતે ઈલેક્ટ્રોનિક

    દીવાલ ઊભી કરી

    કેવી રીતે 3 લેયર સિસ્ટમથી સરહદ પર નજર રાખશે CIBMS ?

    પાકિસ્તાન તરફથી અનેકવાર રાતે ઉબડ-ખાબડ વિસ્તારોમાં ઘૂસણખોરી થાય છે. સીઆઈબીએમએસના ઈન્ફ્રારેડ લેઝર બેઝ્ડ ઈન્ટ્રૂજન ડિટેક્ટર જમીન અને નદીના રસ્તે ઘૂસણખોરીના પ્રયાસોને પકડશે. એરોસ્ટેટ ટેક્નોલોજી આકાશમાં કોઈ પણ હરકત પર નજર રાખશે.

    શું આ એવી સિસ્ટમ છે જે પોસ્ટિંગના કપરાં સ્થળોએ કામ લાગશે

    દેશમાં સીઆઈબીએમએસ પર આધારિત આ વર્ચ્યુઅલ દીવાલ આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. સીઆઈબીએમએસને એવાં ક્ષેત્રોની સુરક્ષા માટે ડિઝાઇન કરાઈ છે જ્યાં જવાનોનું પોસ્ટિંગ મુશ્કેલ છે. તેનું મોટું કારણ જમીનનું ઉબડ-ખાબડ હોવું કે નદીવાળી સરહદ છે.

    સીસીટીવી અને નાઈટ થર્મલ ઈમેજનો ઉપયોગ થતો હતો.

    5000 પોલ પર 1.5 લાખ ફ્લડ લાઈટ્સ લગાવાઇ છે.

    કેમ કન્ટ્રોલ સર્વેલન્સથી જલદી ડેટા મળશે, કાર્યવાહી ઝડપી થશે

    અનેકવાર ઘૂસણખોરો સુરંગ ખોદીને સરહદમાં ઘૂસે છે. સીઆઈબીએમએસમાં અંડરગ્રાઉન્ડ સેન્સર્સ સુરંગના રસ્તે ઘૂસણખોરી પર નજર રાખશે. સુરક્ષાદળ કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ સર્વેલન્સ ડિવાઈસની મદદથી ડેટાને યોગ્ય સમયે યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકાશે. એવામાં જવાન એલર્ટ થઈને જલદી કાર્યવાહી કરી શકશે.

    ક્યાં? ભારત-બાંગ્લાદેશની 2900 કિમી સરહદે આ સિસ્ટમ લગાવાશે

    ભારતે ઈઝરાયલની મદદથી સીઆઈબીએમએસ બનાવી છે. અત્યાર સુધી ઈઝરાયલ અને અમેરિકા આ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. ભવિષ્યમાં પાક. અને બાંગ્લાદેશની 2900 કિમી સરહદે સુરક્ષા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ