• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div - નવી દિલ્હી | ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અંગે ભાજપે કોંગ્રેસ

નવી દિલ્હી | ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અંગે ભાજપે કોંગ્રેસ

નવી દિલ્હી | ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અંગે ભાજપે કોંગ્રેસ નેતા પી.એલ. પુનિયાના દાવાને નકારી દીધો છે. ભાજપે...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:07 AM
Div - નવી દિલ્હી | ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અંગે ભાજપે કોંગ્રેસ
નવી દિલ્હી | ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અંગે ભાજપે કોંગ્રેસ નેતા પી.એલ. પુનિયાના દાવાને નકારી દીધો છે. ભાજપે શુક્રવારે કહ્યું કે પહેલી માર્ચે જેટલી સેન્ટ્રલ હોલમાં નહોતા ગયા. ભાજપના સંસદીય સૂત્રો મુજબ પહેલી માર્ચે જેટલી સવારે લગભગ 10 વાગ્યે સંસદ પહોંચ્યા હતા. ત્યાં તે પીએમ મોદી સાથે યોજાનાર બેઠકમાં સામેલ થયા. તેના બાદ તે શૂન્યકાળમાં સામેલ થવા માટે 11 વાગ્યે રાજ્યસભા પહોંચ્યા. જોકે 12:17 વાગ્યે હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થઈ ગઇ હતી. તેના બાદ જેટલી રૂમમાં ગયા જ્યાં રસ્તામાં માલ્યા સાથે મુલાકાત થઈ હતી. આ દિવસે તે સેન્ટ્રલ હોલમાં નહોતા ગયા. પુનિયાએ ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે તેમણે એક માર્ચે જેટલીને સેન્ટ્રલ હોલમાં માલ્યા સાથે વાત કરતા જોયા હતા.

X
Div - નવી દિલ્હી | ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અંગે ભાજપે કોંગ્રેસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App