Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Div » Div - મકાનનું સમારકામ દરમિયાન દીવાલ તૂટી પડતાં 3 કામદાર દટાયા : 1 નું મોત

મકાનનું સમારકામ દરમિયાન દીવાલ તૂટી પડતાં 3 કામદાર દટાયા : 1 નું મોત

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:07 AM

પોરબંદરમાં સોનીબજાર પાછળનાં વિસ્તારમાં 60 વર્ષ જૂના મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું મકાનમાં ભરતીનું કામ...

  • Div - મકાનનું સમારકામ દરમિયાન દીવાલ તૂટી પડતાં 3 કામદાર દટાયા : 1 નું મોત
    પોરબંદરમાં સોનીબજાર પાછળ ભાવેશ જ્વેલર્સના માલિક પ્રભુદાસ કરશનદાસ જોગીયાએ પોતાનું અતિ જર્જરીત 60 વર્ષ જુનું મકાનના સમારકામ માટે કોન્ટ્રાક્ટર મનોજ પરમારને કામ સોંપ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટરે 3 કામદારોને કામે રાખ્યા હતા. વહેલી સવારે કામદારો કામ પર આવ્યા હતા જેમાં ખાપટ વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે રહેતા પ્રવિણ ભીમા દલ (ઉ. વર્ષ 28), બિપીન ભીમા દલ (ઉ. વર્ષ 25) અને ભીખુ જીવા દલ (ઉ. વર્ષ 25) સહિતના ત્રણ કામદારો જ્યારે મકાનની નીચે ભરતીનું કામ કરતા હતા તે સમયે આ જર્જરીત મકાનની દિવાલ તૂટી પડતા ત્રણેય કામદારો દટાઈ ગયા હતા અને પથ્થરો માથે પડવાથી પ્રવિણ ભીમા દલનું મૃત્યુ થયું હતું જ્યારે બન્ને કામદારો પ્રવિણને સાથે લઈને રીક્ષા વડે ભાવસિંહજી હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં પ્રવિણને મૃત જાહેર કર્યો હતો. મરનાર પ્રવિણની પત્નિ એક વર્ષ પહેલા જ મૃત્યુ પામી હતી અને પ્રવિણને 4 વર્ષની પુત્રી હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાને લઈને પ્રવિણની માતા મંજુબેન સહિતના પરિવારજનો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને માતાના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

    આ ઘટનાને લીધે કરૂણાંતિકા સર્જાતા શહેરમાં ચકચાર જાગી છે. અનેક મકાનો શહેરમાં જર્જરીત છે ત્યારે આ ઘટના ઘટતા તંત્ર, મકાનમાલિક અને કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારો સામે પગલા ભરવામાં આવશે કે કેમ ω તે અંગે શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

    ના પાડવા છતાં કોન્ટ્રાક્ટરના કહેવાથી કામદારો કામ પર ગયા હતા

    મકાન એટલું જર્જરીત હતું કે આ મકાન પાસે જવામાં પણ ડર લાગે. મકાન જોઈને કામદારોએ કામ કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે આ મકાન જર્જરીત છે. સમારકામ ન થઈ શકે. પરંતુ મકાનમાલિક અને કોન્ટ્રાક્ટરે આ વાતને સામાન્ય લીધી હતી અને કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે કાંઈ નહીં થાય..ચિંતા ના કરો અને કામ કરવા માંડો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending