વેપારી, બિલ્ડર, ફાઈનાન્સર પર આયકરનો સરવે

રાજકોટ આવકવેરા વિભાગે સતત ત્રીજા દિવસે કરચોરો પર તવાઈ બોલાવી છે. ઉદ્યોગપતિ, ફિશરિઝના ધંધાર્થી બાદ ત્રીજા દિવસની...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:06 AM
Div - વેપારી, બિલ્ડર, ફાઈનાન્સર પર આયકરનો સરવે
રાજકોટ આવકવેરા વિભાગે સતત ત્રીજા દિવસે કરચોરો પર તવાઈ બોલાવી છે. ઉદ્યોગપતિ, ફિશરિઝના ધંધાર્થી બાદ ત્રીજા દિવસની તપાસમાં બિલ્ડર, ફાઈનાન્સર, વેપારીઓ ઝપટે ચડયા છે. સીઆઈટી 1 એ કરેલા સરવેમાં સાંનિધ્ય બિલ્ડર્સ,કિસન ફાઈનાન્સ, રાજદાણ કેટલ ફિડ એમ ત્રણ સ્થળોએ સરવે કરવામાં આવ્યો છે. આ તપાસ મોડીરાત સુધી ચાલુ રહી હતી. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. જે કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટોક વેરિફિકેશન અને ખરીદ વેચાણના દસ્તાવેજો દરમિયાન હાલના તબક્કે કરચોરીનો આંક 50 લાખનો સામે આવ્યો છે.જો કે આ કરચોરીનો આંક વધવાની શકયતા છે. વેપારીઓ એડવાન્સ ટેકસ ભરતા ના હોય તે સંદર્ભે બાતમી મળતા આવકવેરા વિભાગે સરવે કરવામાં આવતા ટેકસ ચોરી બહાર આવી છે.હાલમાં હિસાબી સાહિત્યો,દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

રાજકોટ આયકર વિભાગ હવે છેક દિવાળી સુધી ખાસ કરીને સુકામેવાના વેપારી, ઇલેક્ટ્રિક આઇટમ તેમજ જ્વેલર્સ અને શેરબજારના ધંધાર્થીઓને ત્યાં સરવેની કામગીરી ચાલુ રાખશે તેવો નિર્દેશ અધિકારીએ આપ્યો હતો.

X
Div - વેપારી, બિલ્ડર, ફાઈનાન્સર પર આયકરનો સરવે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App