• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div - જાતીય સતામણીનો રિપોર્ટ છતાં પોલીસ ફરિયાદ ન કરાઇ, હવે પીડિતા FIR કરશે

જાતીય સતામણીનો રિપોર્ટ છતાં પોલીસ ફરિયાદ ન કરાઇ, હવે પીડિતા FIR કરશે

સિન્ડિકેટે પંચાલને સસ્પેન્ડ કર્યો, નિવૃત્ત જજની કમિટીને તપાસ સોંપાશે નિલેશ પંચાલની ભરતી જ શંકાસ્પદ,...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:06 AM
Div - જાતીય સતામણીનો રિપોર્ટ છતાં પોલીસ ફરિયાદ ન કરાઇ, હવે પીડિતા FIR કરશે
બાયોસાયન્સ ભવનની પીએચડીની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટે કામુક પ્રોફેસર નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી દીધો છે અને નિવૃત્ત જજના વડપણ હેઠળ એક કમિટીની રચના કરી 60 દિવસમાં રિપોર્ટ આપવા તાકીદ કરાઇ છે ત્યારબાદ આ રિપોર્ટના આધારે પંચાલ સામે શું કાર્યવાહી કરવી તેવો પણ નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીના સત્તાવાહકોએ જાતીય સતામણી જેવા ગંભીર કેસમાં પોલીસ ફરિયાદ ન કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, આગામી 4 થી 5 દિવસમાં જ પોલીસ ફરિયાદ નોંધાવશે.

ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલના રિપોર્ટમાં એમ જણાવાયું છે કે આમાં નિલેશ પંચાલની સંડોવણી છે તેવું પ્રાથમિક દ્દષ્ટિએ ફલિત થાય છે. બાયોસાયન્સ ભવનના અમુક સ્ટાફે પણ પીડિતાના નિવેદનને સમર્થન આપ્યું છે અને પીએચ.ડી.ની વિદ્યાર્થિનીઓ સાહેબની ચેમ્બરમાં જતા બીવે છે એકલા ન જવાય તેમ જણાવ્યું હતું. આથી નિલેશ પંચાલને સસ્પેન્ડ કરી નાખી તેની કાયમી ગાઇડશિપ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સર્વિસ રૂલ ઓર્ડિનન્સ 205 મુુજબ નિલેશ પંચાલ સામે નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજ અથવા હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવશે અને આ તપાસ સમિતિના અહેવાલ બાદ પોલીસ ફરિયાદથી લઇને ડિસમિસ સુધીના પગલાં લેવામાં આવશે.

પ્રોફેસર નિલેશ પંચાલની ભરતી જ શંકાસ્પદ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. બાયોસાયન્સ ભવનની સ્થાપના થઇ ત્યારથી તેમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે જ્યારે પ્રોફેસર નિલેશ પંચાલને અંગ્રેજી આવડતું ન હોય તે હંમેશા ગુજરાતીમાં જ ભણાવતા હતા ત્યારે તેમના ભરતી પ્રકરણની તપાસ થવી પણ જરૂરી હોવાનો સૂર ઉઠ્યો છે.

X
Div - જાતીય સતામણીનો રિપોર્ટ છતાં પોલીસ ફરિયાદ ન કરાઇ, હવે પીડિતા FIR કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App