Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Div » Div - રેલવે પબ્લિક ટોઇલેટ, સ્ટેશનો અને કોલોનીમાં કરશે સફાઈ

રેલવે પબ્લિક ટોઇલેટ, સ્ટેશનો અને કોલોનીમાં કરશે સફાઈ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:05 AM

સફાઇ અભિયાન ગાંધીજીની 150મી જયંતી અવસરે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રેલવે મનાવશે alt145સ્વચ્છતા જ સેવા...

  • Div - રેલવે પબ્લિક ટોઇલેટ, સ્ટેશનો અને કોલોનીમાં કરશે સફાઈ
    ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

    2 ઓક્ટોબર, 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જયંતી અવસરે ભારતીય રેલવે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘’સ્વચ્છતા જ સેવા પખવાડિયું’’ મનાવશે. ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી. નિનાવેએ જણાવ્યું કે રાજકોટ ડિવિઝનમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે જેમાં રેલવે સ્ટેશન, ટ્રેનો, કાર્યાલય, કોલોની, પબ્લિક ટોઇલેટ,હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન ચલાવાશે. રેલવે કર્મચારીઓને સ્વચ્છતા કેળવવાના શપથ લેવડાવાશે. જાગૃતિ કેળવવા પ્રભાતફેરી નીકળશે. ખાનગી સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને શાળાઓના સહયોગથી નુક્કડ નાટક યોજાશે. ઠેર-ઠેર સ્વચ્છતા સબંધિત પોસ્ટર લગાવાશે. આ વર્ષે ગાંધીજીની 150મી જયંતીની પણ શરૂઆત થશે. જેને અનુલક્ષીને વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા ઝુંબેશ પાર્ટ-2’ની સવારે 9:30 કલાકથી શરૂઆત કરશે. આ સ્વચ્છતા ઝુંબેશ 2 ઓક્ટોબર ગાંધી જયંતી સુધી ચાલશે.

    કયા દિવસે કઈ કામગીરી-કાર્યક્રમ યોજાશે

    15 સપ્ટેમ્બર | સ્વચ્છતા કેળવવા શપથ લેવડાવાશે, પ્રભાતફેરી, નાટકો યોજાશે

    16-17 સપ્ટેમ્બર | સંગઠનો, સંસ્થાઓ સાથે સ્વચ્છતા સંવાદ, રેલવે પરિસરોમાં સફાઈ

    18-19 સપ્ટેમ્બર | સ્વચ્છ સ્ટેશન અભિયાન, પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન મુકાશે

    20-21 સપ્ટેમ્બર | સ્વચ્છ રેલગાડી દિવસ મનાવાશે, યાત્રિકોના ફિડબેક લેવાશે

    22 સપ્ટેમ્બર | સેવા/સામુદાયિક દિવસ મનાવાશે, શ્રમદાન અભિયાન ચલાવાશે

    23-24 સપ્ટેમ્બર | સ્વચ્છ પરિસર દિવસ મનાવાશે, રેલવે પરિસરમાં વૃક્ષો વવાશે

    25-26 સપ્ટેમ્બર | સ્વચ્છ આહાર દિવસ મનાવાશે, કેન્ટિન-પેન્ટ્રીકારમાં આહાર ચકાસાશે.

    27-28 સપ્ટેમ્બર | સ્વચ્છ નીર દિવસ મનાવાશે, વોટર કુલર-પ્લાન્ટનું ચેકિંગ કરાશે

    29 સપ્ટેમ્બર | સ્વચ્છ પ્રસાધન દિવસ મનાવાશે, સ્ટેશન-ટ્રેનમાં ટોઇલેટ સાફ કરાશે

    30 સપ્ટેમ્બર | સ્વચ્છ પ્રતિયોગિતા દિવસ મનાવાશે, વિવિધ સ્પર્ધાઓ યોજાશે

    1 ઓક્ટોબર | પખવાડિયા દરમિયાન કરાયેલી કામગીરીની સમીક્ષા કરાશે

    2 ઓક્ટોબર | શાકાહારી દિવસ મનાવાશે, રેલવે સ્ટેશન-ટ્રેનોમાં નોનવેજ ફૂડ નહીં પીરસાય

    2 ઓક્ટોબરે ‘શાકાહાર દિન’ મનાવાશે, ટ્રેન-સ્ટેશનોમાં નહીં મળે નોનવેજ

    2 ઓક્ટોબરે ભારતીય રેલવે ‘શાકાહાર દિવસ’ મનાવશે. મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી અને શાકાહારી હતા. તેમના વિચારોને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા પખવાડિયું અને વેજિટેરિયન ડે મનાવશે. જેમાં દરેક સ્ટેશન અને ટ્રેનોમાં પણ એક દિવસ નોનવેજ ફૂડ નહીં પીરસવા આદેશ પણ આપી દેવાયા છે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી દરરોજ 76 જેટલી ટ્રેન આવન-જાવન કરે છે જે પૈકી પેન્ટ્રીકાર ધરાવતી 7 જેટલી ટ્રેનમાં 2 ઓક્ટોબરે નોનવેજ ફૂડ નહીં પીરસાય જેથી આ ટ્રેનના મુસાફરોએ ફરજિયાત શાકાહારી ભોજન લેવું પડશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending