Divya Bhaskar

Home » Gujarat » Junagadh Jilla » Div » Div - ગણેશ વિસર્જન ક્યાં કરાવવું જિલ્લાના અધિકારીઓને ખબર જ નથી

ગણેશ વિસર્જન ક્યાં કરાવવું જિલ્લાના અધિકારીઓને ખબર જ નથી

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:01 AM

વિસર્જન માટે મનપા બે સ્થળે કૃત્રિમ કૂંડ બનાવશે મનપાની હદ બહારના વિસ્તારમાં કલેક્ટર તંત્રની જવાબદારી...

  • Div - ગણેશ વિસર્જન ક્યાં કરાવવું જિલ્લાના અધિકારીઓને ખબર જ નથી
    ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

    ગણપતિ ત્રણ દિવસથી 10 દિવસ સુધીનું સ્થાપન કરવામાં આવતું હોય છે. શહેરમાં ઠેર-ઠેર ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા છે. પરંતુ તેને વિસર્જન માટે વહીવટી તંત્રે જે કામગીરી કરવાની છે તે હજુ સુધી કરવામાં આવી નથી. કોર્ટના આદેશ મુજબ પીવાના પાણીના સ્ત્રોત સિવાય અન્ય કૃત્રિમ કૂંડ બનાવી ત્યા જ મુર્તિનું વિસર્જન કરવું. પરંતુ મનપા માત્ર તેની હદમાં બે કુંડ બનાવ્યા છે. અન્ય કોઇ સ્થળે હજુ સુધી કુંડ બન્યા નથી. જિલ્લા કલેકટર તંત્રની જવાબદારી હોવા છતા તેમણે કુંડ બનાવવાની કોઇ તૈયારી કરી નથી. બીજી તરફ પોલીસે પાંચ સ્થળોએ વિસર્જન માટેના સ્થળો જાહેર કરી દીધા છે.

    રાજકોટ શહેરમાં ઠેર-ઠેર આયોજિત ગણપતિ મહોત્સવના વિસર્જન માટે તંત્રે કોઇ તૈયારી કરી નથી. રાજકોટ મહાનગરપાલિકાએ આજી ડેમ પાસે બે સ્થળોએ કોર્ટના આદેશ મુજબ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવ્યા છે. પરંતુ શહેરની હદ બહારના વિસ્તારમાં જ્યા ગત વર્ષે ગણપતિ વિસર્જન થયું હતું તે સ્થળો પર કલેકટર તંત્રે કોઇ વ્યવસ્થા ઊભી કરી નથી. શહેરની હદ બહાર વાગુદળ, ન્યારી ડેમ પાસે, પાળ ગામ પાસે વિસર્જન માટે પોલીસે વિસર્જન કરી શકાશે તેવું જાહેર કર્યું છે. પરંતુ કલેક્ટર તંત્રે ત્યા કૃત્રિમ કુંડ બનાવ્યા નથી. સંકલનનો અભાવ હોવાથી વિસર્જનમાં ભાવિકોને મુશ્કેલી ઊભી થશે.

    પોલીસે વિસર્જનના 5 સ્થળ જાહેર કર્યા પણ કૃત્રિમ કૂંડ કોણ બનાવશે તે નક્કી નથી

    પોલીસ તંત્રે સુરક્ષાને ધ્યાન રાખી એક યાદી જાહેર કરી છે. જેમાં ગણપતિ વિસર્જન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ કૃત્રિમ કુંડ કોણ બનાવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. પોલીસ તંત્રે આજી ડેમ ઓવારો ખાણ નં.1 અને 2 કિશાન ગૌશાળા પાસે, હનુમાનધારા મંદિર રામપર ગામ પાસે ન્યારી ડેમ-2 ઓવારા નીચે, વાગુદડના પાટિયા પાસે પુલની નીચે કાલાવડ રોડ અને પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે વોંકળામાં એમ પાંચ જગ્યા વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે.

    વિસર્જનની વ્યવસ્થા પોલીસ તંત્ર કરશે

    ગણપતિ વિસર્જન માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે કોઇ વ્યવસ્થા કરવાની જરૂર નથી. જે કંઇ વ્યવસ્થા ઊભી કરવાની હશે તે પોલીસ તંત્ર કરશે. કલેકટર તંત્રે ગણપતિ વિસર્જન માટે કોઇ કૃત્રિમ કુંડ બનાવ્યા નથી. પરિમલ પંડ્યા, અધિક કલેકટર, રાજકોટ

    કોર્પોરેશન બે કૂંડ બનાવશે

    રાજકોટ શહેરની હદમાં કામગીરી કરવાની જવાબદારી કોર્પોરેશનની છે. વિસર્જન માટે મહાનગરપાલિકાએ બે સ્થળો પસંદ કર્યા છે. જ્યા કૃત્રિમ કુંડ બનાવ્યા છે અને વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ માટે આજી ડેમ ઓવારો ખાણ નં.1 કિસાન ગૌશાળા પાસે અને આજી ડેમ ઓવારો ખાણ નં.2 કિસાન ગૌશાળા પાસે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ શહેરની હદ બહારની જવાબદારી અમારી રહેતી નથી. નિલેશ પરમાર, પર્યાવરણ ઇજનેર, મનપા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending