તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • વિનેશે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ સુન સામે બદલો લીધો, પોતાનો પહેલો ગોલ્ડ પણ જીતી

વિનેશે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ સુન સામે બદલો લીધો, પોતાનો પહેલો ગોલ્ડ પણ જીતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈનલ મેચ દરમિયાન વિરોધીને પછાડતી વિનેશ ફોગાટ.

એજન્સી | જકાર્તા

વિનેશ ફોગાટ (50 કિલો) એશિયન ગેમ્સની કુશ્તી ઈવેન્ટમાં ગોલ્ડ જીતનારી પહેલી મહિલા પહેલવાન બની ગઈ છે. 23 વર્ષની વિનેશે ફાઈનલમાં જાપાનની યુકી ઈરીને 6-2થી હરાવી. આ વર્ષે એશિયન ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પણ ભારતીય ખેલાડીએ યુકીને હરાવી હતી. ભારતીય ખેલાડીએ પ્રી-ક્વાર્ટરમાં ચીનની સુન યાનને 8-2થી હરાવી હતી. સુન વિરુદ્ધ પગ તૂટવાના કારણે વિનેશ 2016 રિયો ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી. સુને અહીં બ્રોન્ઝ જીત્યો હતો. વિનેશનો આ વર્ષે ત્રીજો આંતરરાષ્ટ્રીય મેડલ છે. તેણે કોમનવેલ્થમાં ગોલ્ડ અને એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો. 2014 ઈંચિયોન એશિયન ગેમ્સમાં વિનેશને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

2016ના રિયો ઓલિમ્પિકમાં સુન વિરુદ્ધ પગ તૂટવાના કારણે વિનેશ બહાર થઈ ગઈ હતી. ચીનની સુને ત્યાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

10 વર્ષની હતી, ત્યારે પિતાની હત્યા થઈ હતી
સુખદીપ ચાહાર | ચરખી દાદરી

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કરનાર વિનેશ ફોગાટ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને ચેમ્પિયન પહેલવાન બની છે. તે માત્ર 10 વર્ષની હતી ત્યારે એક ઝગડામાં પિતા રાજપાલ ફોગાટની હત્યા થઈ ગઈ હતી. તેમની હત્યા બાદ માતા પ્રેમલતાએ વિનેશ અને અન્ય બાળકોનો ઉછેર કર્યો. કાકા મહાવીર ફોગાટે વિનેશને તેમની પુત્રીઓ સાથે તાલીમ આપી. પ્રેમલતાએ વિનેશના વિજય માટે વ્રત રાખ્યું હતું અને પુત્રી ગોલ્ડ જીતીને આવી ત્યારે તેમણે ઉપવાસ ખતમ કર્યો. તેમણે કહ્યું કે તેમનું અસલી સપનું ત્યારે પૂરું થશે જ્યારે વિનેશ ઓલિમ્પિક ગોલ્ડ જીતશે.

પાલેમબેંગ | ભારતીય શૂટર દીપક કુમાર અને લક્ષ્યે સોમવારે તેમની-તેમની ઈવેંટના સિલ્વર મેડલ જીતી લીધા. દીપકે 10 મી એર રાઈફલ અને લક્ષ્યે ટ્રેપ ઈવેન્ટમાં નિશાન સાધ્યું. હવે શૂટિંગમાં ભારતના બે દિવસમાં ત્રણ મેડલ થઈ ગયા છે. આ પહેલા, રવિવારે અપૂર્વી ચંદેલા - રવિ કુમારે બ્રોન્ઝ જીત્યો હતો. તે દીપકનો કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં પહેલો ઈન્ડિવિડ્યુઅલ મેડલ છે.

બીજીબાજુ અપૂર્વી ચંદેલા તેમનો બીજો ચંદ્રક ચૂકી ગઈ છે. તે 10 મી એર રાઈફલમાં પાંચમા નંબરે રહી. દહેરાદૂનના ગુરુકૂળમાંથી અભ્યાસ કરનારા દીપકે ફાઈનલમાં 247.7નો સ્કોર કરીને સિલ્વર જીત્યો. આ પહેલા ક્વોલિફિકેશનમાં રવિએ 626.7ના સ્કોર સાથે ચોથા સ્થાને રહીને જ્યારે દીપકે 626.3ના સ્કોર સાથે પાંચમા નંબરે રહીને ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું. પરંતુ રવિ ફાઈનલમાં ચોથા નંબર પર રહ્યા. બીજીબાજુ 19 વર્ષના લક્ષ્યે ટ્રેપ ઈવેન્ટની ફાઈનલમાં 43 સ્કોર સાથે દેશને સિલ્વર અપાવ્યો. માનવજિતસિંહ સંધૂ 26નો સ્કોર કરીને ચોથા સ્થાને રહ્યા.

વિનેશ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. અમને તારા પર ગર્વ છે... આમિર અને દંગલ ટીમ તરફથી પ્રેમ. મ્હારી છોરિયાં છોરો સે કમ હૈ કે ! - આમિર ખાન

ત્યાર બાદ મહાવીર ફોગાટે ટ્વીટ કરી - મ્હારી છોરિયાં છોરો સે ચાર કદમ આગે હૈ.

અન્ય સમાચારો પણ છે...