તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતના 352/7 ડિકલેર ઇંગ્લેન્ડને 521નો લક્ષ્યાંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોહલીની સદીની મદદથી ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભારતે 7 વિકેટે 352 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અને ઈંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હાર્દિક પંડ્યા 52 અને આર. અશ્વિન 1 રન સાથે અણનમ રહ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે તેની બીજી ઈનિંગમાં વિકેટ ગુમાવ્યા વિના 8 ઓવરમાં 23 રન બનાવ્યા છે. કૂક 9 રને અને જેનિંગ્સ 13 રને રમતમાં છે.

ભારતે ત્રીજા દિવસની શરૂઆત બે વિકેટ પર 124 રનના સ્કોરથી કરી હતી. લંચ સુધીમાં પુજારા અને વિરાટે ટીમને બે વિકેટે 194ના સ્કોર પર પહોંચાડી દીધું હતું. બીજા સત્રમાં સ્ટોક્સે ઈંગ્લેન્ડને સફળતા અપાવી તેણે પુજારાને (72) કૂકના હાથમાં ઝડપાવી દીધો. ત્યાર બાદ કોહલી અને રહાણેએ 81 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ સાથે કોહલીએ શ્રેણીમાં તેની પહેલી અને કારકિર્દીની 23મી સદી ફટકારી હતી. પરંતુ વોક્સે કોહલીને 103 રનના અંગત સ્કોરે લેગ બિફોર કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો. બોલિંગમાં ઉત્કૃષ્ટપ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાએ અડધી સદી પૂરી કરી હતી. હાર્દિકની અડધી સદી બાદ ભારતે દાવ ડિકલેર કર્યો હતો.

હું કપિલ નહીં, હાર્દિક પંડ્યા છું
હાર્દિક પંડ્યાએ કહ્યું તેની સરખામણી કપિલદેવ સાથે થઈ રહી છે, જે એકદમ ખોટું છે. લોકો કપિલ સાથે સરખામણી કર્યા બાદ કંઈક ખોટું થાય એટલે કહે છે હું તેમના જેવો નથી. હું માત્ર હાર્દિક પંડ્યા છું અને મને હાર્દિક પંડ્યા જ રહેવા દો. મને ખબર છે હું શું છું. મને ટીમનું સમર્થન છે. તે જ મારા માટે મહત્વનું છે.

ભારત પહેલી ઈનિંગ : 329 રન

ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગ : 161 રન

ભારત બીજી ઈનિંગ : 124/2 રનથી આગળ

રન બોલ 4 6

પુજારા કો. કૂક બો. સ્ટોક્સ 72 208 9 0

વિરાટ લેગ બિફોર બો. વોક્સ 103 197 10 0

રહાણે બો. રાશિદ 29 94 3 0

પંત કો. કૂક બો. એન્ડરસન 1 6 0 0

પંડ્યા અણનમ 52 52 7 1

સામી કો. કૂક બો. રાશિદ 3 6 0 0

અશ્વિન અણનમ 1 1 0 0

એક્સ્ટ્રા : 11

કુલ : 352/7 (111 ઓવર), વિકેટ : 1-60, 2-111, 3-224, 4-281, 5-282, 6-329, 7-349.

બોલર : એન્ડરસન : 22-7-55-1, બ્રોડ : 16-3-60-0, વોક્સ : 22-4-49-1, સ્ટોક્સ : 20-3-68-2, રાશિદ : 27-2-101-3, રૂટ : 3-0-9-0.

અન્ય સમાચારો પણ છે...