તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • મોબ લિન્ચિંગ અંગે ચુકાદો આપી દીધો છે, અમલ નહીં થાય તો પગલાં ભરીશું : સુપ્રીમ

મોબ લિન્ચિંગ અંગે ચુકાદો આપી દીધો છે, અમલ નહીં થાય તો પગલાં ભરીશું : સુપ્રીમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સના 3 દિવસ બાદ અલવરમાં રકબર ખાનની હત્યા થઇ હતી
નવી દિલ્હી | સુપ્રીમકોર્ટે મોબ લિન્ચિંગ અંગે કહ્યું કે આ મામલે ચુકાદો આપી દીધો હતો. તેના પર અમલ થવું જોઈએ. જો એવું નહીં થાય તો અમે પગલાં ભરીશું. અલવરમાં ગત 20 જુલાઇએ રકબર ખાનની ભીડના હાથે હત્યા અંગે કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. ગૃહ વિભાગના મુખ્ય સચિવને એક અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરી કરેલી કાર્યવાહીની વિગત આપવી પડશે. મોબ લિન્ચિંગ રોકવા માટે કોર્ટે 17 જુલાઇએ ગાઈડલાઈન્સ જારી કરી હતી.

ફક્ત બે રાજ્યો દ્વારા ગાઈડલાઈન્સ પર અમલ
મોબ લિન્ચિંગ રોકવા માટે સુપ્રીમકોર્ટ દ્વારા જારી ગાઈડલાઇન્સ પર અમલનો રિપોર્ટ ફક્ત બે રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશે આપ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને ચંદીગઢે આ રિપોર્ટ સોંપ્યો હતો. કોર્ટે બાકી રાજ્યોને 7 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...