તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં સિટી-બી PIને સસ્પેન્ડ કરતા પોલીસવડા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના રામેશ્વરનગર નજીક પટેલ વાડી વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે સ્થાનિક પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.બીજી તરફ આ દરોડાના પગલે જે વિસ્તારમાં મકાન આવેલું છે તે સિટી બીના પી.આઇ.ને જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે

જામનગરના રામેશ્વરનગર નજીક પટેલ વાડી વિસ્તારમાં ગુજરાતના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કાફલાએ નથુ રામશીભાઇ બેલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 28 શખ્સને પકડી પાડી રોકડ, મોબાઇલ અને વાહનો સહિત રૂ.4.29 લાખની માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.બીજી તરફ રવિવારે બપોરના સુમારે જુદા જુદા વાહનોમાં ત્રાટકેલા પોલીસ કાફલાએ પાડેલા દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રમાં પણ અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી.

જે દરમિયાન શહેરભરમાં ખાસ કરીને પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવનારા ઉપરોકત દરોડો જે મકાનમાં પાડવામાં આવ્યો હતો તે સિટી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. કે.પી.જોશીને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા પોલીસવડા શરદ સિંઘલે કર્યો હતો.જોકે,આ ડીજીપી સ્કવોડના દરોડાના પગલે આગામી દિવસોમાં સંબંધિત પોલીસ મથક હેઠળના અન્ય પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પણ પગલાં લેવાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...